સુશાંત સિંહની આત્મહત્યા બાદ બોલિવૂડમાં ડ્રગ્સનો મામલો ગરમાયો છે. દરેક વ્યક્તિ પોતપોતાના હિસાબે આ અંગે ચર્ચામાં બની રહ્યા છે. રાજ્યસભાનાં સાંસદ જયા બચ્ચને પણ રવિ કિશન અને કંગના રનૌત પર નિશાનો સાંધતા કહ્યુ હતુ કે, અમુક લોકો જે થાળીમાં ખાય છે તે જ થાળીમાં કાણું પાડે છે. આ પછી ઉર્મિલા માતોંડકર અને કંગના વચ્ચે આ અંગે ચર્ચા થઈ હતી.
રંગીલા સ્ટારે એક ઇંટરવ્યૂમાં જણાવ્યું હતું કે- મને લાગે છે કે દેશમાં ઘણા બધા ભયંકર પ્રશ્નો છે. પરંતુ તેના પર કોઈ વાત કરવામાં આવી નથી. ડ્રગ્સનાં મામલે કંગનાએ માત્ર મુંબઈનું નામ જ લીધું નથી, પરંતુ તેની તુલના પીઓકે સાથે પણ કરી હતી. તેઓને મુંબઈ તાલિબાન લાગે છે. મને કંગનાનાં નિવેદન પર હસું આવે છે. ઉર્મિલાએ આગળ કહ્યું- 16…17 વર્ષની ઉંમરે મોટી સંખ્યામાં છોકરીઓ મુંબઇ આવે છે. તેને પોતાનું ઘર બનાવે છે. અહીં તે સેફ અને સલામત સમજે છે. મુંબઈ એક એવી જગ્યા છે જ્યાં છોકરીઓ મધ્યરાત્રિએ પણ ગમે ત્યાં જઈ શકે છે. જો તમે આવા સ્થાનને સલામત ન માનો, તો પછી તમે કોને સમજો છો?
ઉર્મિલાએ કંગનાને સોફ્ટ પોર્ન સ્ટાર પણ કહી દીધુ હતુ. અભિનેત્રીએ કહ્યું હતું કે, કંગનાને તેના અભિનય માટે કેટલા લોકો જાણે છે. ઉર્મિલાની આ ટિપ્પણીનો જવાબ આપતા કંગનાએ પણ જબરદસ્ત જવાબ આપતા કહ્યું હતું કે, તે મારા સંઘર્ષની મજાક ઉડાવી રહી છે. તે પોતે સોફ્ટ પોર્ન સ્ટાર છે. તે તેની અભિનય માટે જાણીતી નથી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
