દેશના વડા પ્રધાન નરેન્દ્ર મોદીનો આજે ગુરુવારે (17 સ્ટેમ્બર) જન્મ દિવસ છે ત્યારે સુરતના ડેપ્યુટી મેયરે તેમના 70માં જન્મ દિવસ ઉજવણી અનોખી રીતે કરવાનું નક્કી કર્યું હતું.અને પીએમ મોદીના 70 જન્મ દિવસ નિમિતે શહેરમાં 70 હજાર વૃક્ષ વાવવાનો સંકલ્પ કરી આ કાર્ય શરુ કર્યું હતું. તેમના જન્મ દિવસના એક દિવસ પહેલા 70 હજાર વૃક્ષો વાવી દેવાનો લક્ષ્યાંક પાર થઈ જતા ગુજરાત રેકોડ દ્વારા આ ભગીરથ કાર્યમાટે સુરતના ડેપ્યુટી મેયરને સર્ટિફિકેટ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.
17 સપ્ટેમ્બરને દેશના વડા પ્રધાન મોદીનો જન્મ દિવસ છે. તેમનો જન્મ દિવસ દેશના લોકો ખુબ ધૂમધામથી ઉજવતા હોય છે. જોકે આ વર્ષે કોરોના મહામારી વચ્ચે લોકોને એકત્ર થવા પર પ્રતિબંધ છે. કોરોના મહામારીમાં સૌથી વધુ દર્દીને ઓક્સિજનની જરૂર હોવાને લઇને સુરતના ડેપ્યુટી મેયર દ્વારા શહેરમાં 70 હજાર વૃક્ષો વાવવાનો સંકલ્પ કર્યો હતો.અને જોત જોતામાં શહેરમાં અનેક સોસાયટી, રસ્તા અને મોહલ્લામાં રહેલા લોકોના સહકારથી આ ભગીરથ કાર્ય પીએમ મોદીના જન્મ દિવસ પહેલા પૂર્ણ થઇ ગયું છે. 70 હજારના બદલે લગભગ 73 હજાર વૃક્ષ વાવવામાં આવ્યા છે. ત્યારે જન્મદિવસની પૂર્વ સંધ્યાએ જ આ કાર્ય પૂર્ણ થઈ જતા આ મામલે ગુજરાત બુક ઓફ રેકોર્ડ દ્વારા ડેપ્યુટી મેયરને સર્ટિફિકેટ આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા.
જોકે ડે મેયરનો સંકલ્પ પૂર્ણ થઈ જતા ગુજરાત બુક ઓફ રેકોર્ડમાં આ કાર્યને સ્થાન મળ્યું છે.જેને લઈ સુરતના મેયર જગદીશ પટેલ પણ ગર્વ અનુભવતા હતા. આજ રીતે લોકો સહકાર આપશે તો સુરત આગામી દિવસમાં ગ્રીન સીટી તરીકે પણ ઓળખાય તો નવાઈ નહીં.
પ્રધાનમંત્રી ના જન્મદિવસને લઈ 11 દિવસમાં 70 વૃક્ષ વાવવાનો સંકલ્પ સુરતના ડે મેયર દ્વારા લેવામાં આવતા અંગે ગુજરાત બુક ઓફ રેકોર્ડને જાણ કરવામાં આવી હતી.તેમની ટીમ દ્વારા સતત જુદા જુદા મુદ્દાઓને ધ્યાન રાખી નિરીક્ષણ કરવામાં આવ્યું છે.10 દિવસનું પ્લાન્ટેશનનું વિડીયો રેકોર્ડિંગ તપાસયું, વૃક્ષ પાછળનો હેતુ, અને તેના જતાં પાછળની વ્યવસ્થા આ તમામ બાબતની તાપસ કરતા આ કાર્યને ગુજરાત બુક ઓફ રેકોર્ડ સ્થાન મળ્યું છે.જેથી પ્રધાનમંત્રીના જન્મ દિવસની પૂર્વ સંધ્યાએ જ ગુજરાત બુક ઓફ રેકોર્ડના કર્મચારી દ્વારા ડે મેયર નીરવ શાહને આ કાર્ય અંગે સર્ટિફિકેટ આપી સન્માનિત કરાયા હતા.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
