દિલ્હીની બાજુમાં આવેલા ગુરુગ્રામમાં 25 વર્ષીય મહિલાની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. એથલેટિક કોચ સોમબીરે તેની હત્યા કરી હતી. પોલીસના જણાવ્યા અનુસાર સોમબીર યુવતી પર લગ્ન માટે દબાણ કરી રહ્યો હતો.
વારંવાર ના પાડતા મહિલાને આજે સવારે 4 વાગ્યે ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. હાલમાં પોલીસે લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલ્યા બાદ આરોપી સોમબીરની શોધખોળ શરૂ કરી છે.હત્યાનો આ કેસ ગુરુગ્રામના બિલાસપુર પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળ આવેલા બોહડા ગામનો છે.
મળતી માહિતી પ્રમાણે યુવતી એથલેટિક સાથે લગ્ન કરવા નહોતી માંગતી. વારંવાર ઈન્કાર કર્યા બાદ મંગળવારે સવારે લગભગ 4 વાગ્યે મહિલાને માથામાં ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી.
પોલીસના જણાવ્યા મુજબ, હત્યા કરાયેલ એથલેટિક અને મહિલા 2013 થી એક બીજાને ઓળખતા હતા. બંને ખેલાડીઓ અને કોચ તરીકે ઓળખ થઇ હતી. પરંતુ એથલેટિક યુવતી પર લગ્ન માટે ઘણી વખત દબાણ કર્યું હતું.ગુરુગ્રામ પોલીસે મહિલાના મૃતદેહને પોતાના કબજામાં લઇને કેસની તપાસ શરૂ કરી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
