Not Set/ સ્ટુડન્ટ ઓફ ધ યર ટુ ની સ્ટારકાસ્ટને સિદ્ધાર્થ, આલિયા અને વરૂણે આપ્યો ખાસ સંદેશ

મુંબઇ આલિયા ભટ્ટ, સિદ્ધાર્થ મલ્હોત્રા તેમજ  વરૂણ ધવને સ્ટુડન્ટ ઓફ ધ યરથી બોલિવૂડમાં સફળ ડેબ્યૂ કર્યું હતું. હવે સ્ટુડન્ટ ઓફ ધી યર ટુ રજૂ થવાની તૈયારીઓ છે અને ફિલ્મનું શૂટિંગ શરૂ કરવામાં આવ્યું છે ત્યારે કોફી વિથ કરણના એપિસોડમાં આ અંગે ખાસ સ્કૂલ ટોક સાંભળવા મળી હતી. જેમાં બોલિવૂડમાં ડેબયૂ કરનારી ચંકી પાંડેની દીકરી અનન્યા […]

Uncategorized

મુંબઇ

આલિયા ભટ્ટ, સિદ્ધાર્થ મલ્હોત્રા તેમજ  વરૂણ ધવને સ્ટુડન્ટ ઓફ ધ યરથી બોલિવૂડમાં સફળ ડેબ્યૂ કર્યું હતું. હવે સ્ટુડન્ટ ઓફ ધી યર ટુ રજૂ થવાની તૈયારીઓ છે અને ફિલ્મનું શૂટિંગ શરૂ કરવામાં આવ્યું છે ત્યારે કોફી વિથ કરણના એપિસોડમાં આ અંગે ખાસ સ્કૂલ ટોક સાંભળવા મળી હતી. જેમાં બોલિવૂડમાં ડેબયૂ કરનારી ચંકી પાંડેની દીકરી અનન્યા પાંડે,  તથા અન્ય અભિનેત્રી તારા સૂતરિયાએ ડેટિંગ તેમજ  અન્ય સ્કૂલની બાબતો અંગે ચર્ચા કરી હતી. આ ફિલ્મમાં ટાઇગર શ્રોફ પણ કામ કરી રહ્યો છે.

Image result for SOTY 2

વર્ષ 2012માં આ ફિલ્મમાં ધમાકેદાર કામ અને એન્ટ્રી કરનારા વરૂણ, આલિયા તથા સિદ્ધાર્થે એક ખાસ સંદેશ ટાઇગર , તારા તથા અનન્યા માટે મોકલ્યો હતો. સ્ટુડન્ટ ઓફ ધી યર 2 મે 10 2019ના રોજ રીલીઝ કરવાનું પ્લાનિંગ છે. જેને  કરણ જૌહર ધર્મા પ્રોડક્શનના બેનરમાં રીલીઝ કરી રહ્યો છે. ફિલ્મની સ્ટારકાસ્ટ પૈકી અનન્યા પાસે પતિ ,પત્ની ઔર વોમાં કાર્તિક આર્યન સાથે કામ કરી રહી છે. તો તારા સુતરિયા પાસે મરજાવાં મૂવિ સિદ્ધાર્થ મલ્હોત્રા અને રિતેશ દેશમુખ સાથે કરી રહી છે.