છોટા ઉદેપુર,
બોડેલી તાલુકાના ઉંચાપાણ ગામે દીપડો કૂવામાં ખાબક્યો હતો. દિપડો કૂવામાં ખાબકયાની જાણ થતા સ્થાનિકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા. દિપડો ખાબક્યાની જાણ વન વિભાગને કરતા વન કર્મીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. દિપડાને બચાવાની કામગીરી કરવામાં આવી. ભારે જહેમત બાદ દિપડાને કુવામાંથી બહાર કાઢવામાં આવ્યો હતો. જંગલમાં છોડવામાં આવ્યો હતો.
