રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે ચાલુ નાણાકીય વર્ષના બીજા ત્રિમાસિક ગાળામાં 9,516 કરોડનો રેકોર્ડ ચોખ્ખો નફો દર્જ કર્યો છે. કંપનીનો અત્યાર સુધીનો કોઈ પણ ત્રિમાસિક ગાળાનો સૌથી વધારે નફો છે. જુલાઈથી સપ્ટેમ્બરની અવધિમાં ગયા વર્ષની સરખામણીએ 17.4 ટકાનો શાનદાર ઉછાળો આવ્યો છે.

મુકેશ અંબાણીની આગેવાનીવાળી કંપનીએ એક નિવેદનમાં કહ્યું છે કે, ગયા વર્ષના આ જ ત્રિમાસિક ગાળામાં કંપનીનો ચોખ્ખો નફો 8,109 કરોડ રૂપિયા હતો. આરઆઇએલના મેનેજીંગ ડાયરેક્ટર મુકેશ અંબાણીએ કહ્યું કે એમની કંપનીએ આ ક્વાર્ટરમાં શાનદાર પરિણામ આપ્યું છે. એમણે જણાવ્યું કે, રિફાઇનરી અને પેટ્રોકેમિકલ બિઝનેસે સારું પ્રદર્શન કર્યું છે.
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે બુધવારે હેથવે કેબલ અને ડેન નેટવર્ક સાથે રણનીતિક સાજેદારીનું પણ એલાન કર્યું છે. એક અઠવાડિયા પહેલા જ રિપોર્ટ આવ્યા હતા કે, આરઆઇએલ બંને કંપનીઓમાં 25 ટકાથી વધારે હિસ્સેદારી ખરીદી શકે છે.
