Rajasthan News/ રાજસ્થાનમાં કરંટ લાગતાં 8 મજૂરોના મોત, 5 દાઝ્યા; 11 હજાર વોલ્ટની લાઇનની ઝપેટમાં આવ્યું મશીન

રાજસ્થાનના ઝુંઝુનૂંમાં રસ્તો બનાવતી વખતે 11 હજાર વોલ્ટની વીજ લાઇનની ઝપેટમાં મશીન આવતાં 8 મજૂરોના મોત થયા, જ્યારે 5 લોકો દાઝ્યા.

Top Stories India Breaking News
Rajasthan Electric Shock Accident: 11 હજાર વોલ્ટથી 8 મજૂરોના મોત

Rajasthan News:  Rajasthan Electric Shock Accident રાજસ્થાનના ઝુંઝુનૂં જિલ્લામાં ભયાનક વીજ અકસ્માત (Electric Shock Accident) સર્જાયો છે. ઉદયપુરવાટી વિસ્તારના છાપોલી ગામમાં રસ્તો બનાવવાનું કામ ચાલી રહ્યું હતું, ત્યારે 11 હજાર વોલ્ટની હાઈટેન્શન વીજ લાઇન (High Tension Power Line)ની ઝપેટમાં આવતાં 8 મજૂરોના મોત થયા છે. જ્યારે અન્ય 5 લોકો દાઝી જતાં ઘાયલ થયા છે. તમામ ઘાયલોને ઉદયપુરવાટી સામુદાયિક આરોગ્ય કેન્દ્રમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે.

પ્રાથમિક માહિતી મુજબ, સોમવારે સવારે લગભગ 10 વાગ્યે આ દુર્ઘટના બની હતી. રસ્તા પર કાંકરી મિક્સ કરવાનું કામ ચાલી રહ્યું હતું. આ દરમિયાન કૉન્ક્રીટ મિક્સર મશીનનો હાઇડ્રોલિક જેક ઉપરથી પસાર થતી વીજ લાઇનના સંપર્કમાં આવી ગયો હતો. પરિણામે મશીનમાં કરંટ ફેલાઈ ગયો અને આસપાસ કામ કરી રહેલા મજૂરો તેની ઝપેટમાં આવી ગયા હતા.

11 હજાર વોલ્ટની વીજ લાઇનના સંપર્કમાં આવ્યું મશીન

મળતી માહિતી પ્રમાણે, છાપોલી ગામમાં કદમ કુંડ તરફ જતો રસ્તો બનાવવાનું કામ ચાલી રહ્યું હતું. આ દરમિયાન રોડા મિક્સ કરતું મશીન હાઈટેન્શન વીજ લાઇન સાથે અથડાયું હતું. વીજ કરંટ Electric Current મશીનમાં ફેલાતાં ત્યાં કામ કરી રહેલા મજૂરોને જોરદાર વીજ આંચકો લાગ્યો હતો.

ઉદયપુરવાટી પોલીસ સ્ટેશનના એસએચઓ રામપાલના જણાવ્યા અનુસાર, મશીનનો હાઇડ્રોલિક જેક વીજ લાઇનના સંપર્કમાં આવતાં આ દુર્ઘટના સર્જાઈ હતી.

અકસ્માતમાં 8 મજૂરોનાં મોત

Rajasthan Electric Shock Accident: 11 હજાર વોલ્ટથી 8 મજૂરોના મોત
Rajasthan Electric Shock Accident: 11 હજાર વોલ્ટથી 8 મજૂરોના મોત

આ ભયાનક વીજ અકસ્માતમાં (Electric Shock Accident) કુલ 8 મજૂરોનાં કરુણ મોત થયાં છે. મૃતકોમાં હાલેડા માંડાવરા ગામના ચાર મજૂરોનો સમાવેશ થાય છે. જેમાં હરિરામ ગુર્જર (30), મંગલચંદ ગુર્જર (22), કાલુરામ ગુર્જર (29) અને પવન ગુર્જર (23)નાં મોત થયાં છે. આ તમામ મજૂરો રસ્તો બનાવવાની કામગીરી દરમિયાન 11 હજાર વોલ્ટની હાઈટેન્શન વીજ લાઇન (High Tension Power Line)ના સંપર્કમાં આવેલા મશીનની ઝપેટમાં આવી ગયા હતા. અચાનક મશીનમાં વીજ કરંટ ફેલાતાં તેમને બચવાની તક મળી નહોતી.

આ ઉપરાંત છાપોલી ગામના ચાર મજૂરોએ પણ આ દુર્ઘટનામાં જીવ ગુમાવ્યો છે. મૃતકોમાં વિષ્ણુ સૈની (38), સુરેન્દ્ર ઉર્ફે સુરેશ સૈની (30), મુકેશ સૈની (27) અને ફતેહચંદ સૈની (32)નો સમાવેશ થાય છે. રસ્તા પર ચાલી રહેલી સામાન્ય કામગીરી દરમિયાન સર્જાયેલી આ દુર્ઘટનાએ બંને ગામોમાં શોકનું મોજું ફેલાવ્યું છે.

Jhunjhunu Accident માં એક જ ઘટનામાં આઠ લોકોનાં મોત થતાં મૃતકોના પરિવારો પર આભ તૂટી પડ્યું છે. પરિવારજનોએ પોતાના સ્વજનો ગુમાવ્યા છે, જ્યારે ગામના લોકોમાં પણ ભારે દુઃખ અને ચિંતાનો માહોલ છે. રસ્તા નિર્માણની કામગીરી દરમિયાન થયેલા આ હાઈવોલ્ટેજ અકસ્માતે કામના સ્થળે વીજ સુરક્ષાના નિયમો અને સાવચેતીના મહત્વ અંગે ફરી સવાલો ઊભા કર્યા છે.

8 Labourers Death ની આ ઘટનામાં પાંચ અન્ય લોકો પણ દાઝી જતાં ઘાયલ થયા છે અને તેમની સારવાર ચાલી રહી છે. અકસ્માત બાદ સ્થાનિક ગ્રામજનોમાં રોષ જોવા મળ્યો હતો અને તેમણે ધરણાં શરૂ કર્યા હતા. સમગ્ર ઘટનાને પગલે રાજસ્થાનના મુખ્યમંત્રી ભજનલાલ શર્માએ પણ દુઃખ વ્યક્ત કર્યું છે.

5 લોકો દાઝ્યા, હોસ્પિટલમાં સારવાર ચાલુ

Rajasthan Electric Shock Accident આ ભયાનક વીજ અકસ્માત માં છાપોલી ગામના કુલ પાંચ લોકો દાઝી જતાં ઘાયલ થયા છે. ઘાયલોમાં મહેન્દ્ર સૈની, ગીતા દેવી (45), સંતરા દેવી (35), ગિદારામ (45) અને મંજુ દેવી (38)નો સમાવેશ થાય છે. રસ્તો બનાવવાની કામગીરી દરમિયાન 11 હજાર વોલ્ટની હાઈટેન્શન વીજ લાઇન (High Tension Power Line)ના સંપર્કમાં મશીન આવતાં તેમાં જોરદાર કરંટ ફેલાયો હતો. આ કરંટની અસરથી નજીકમાં કામ કરી રહેલા આ પાંચેય લોકો દાઝી ગયા હતા.

અકસ્મતાની જાણ થતાં જ સ્થાનિક લોકો અને અન્ય કામદારો મદદ માટે દોડી આવ્યા હતા. ત્યારબાદ તમામ ઘાયલોને તાત્કાલિક ઉદયપુરવાટી સામુદાયિક આરોગ્ય કેન્દ્ર (Udaipurwati Community Health Center)માં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. હોસ્પિટલમાં તેમની સારવાર ચાલી રહી છે.

Jhunjhunu Accident માં એકસાથે આઠ મજૂરોનાં મોત અને પાંચ લોકો ઘાયલ થતાં સમગ્ર છાપોલી ગામમાં શોકનો માહોલ છે. આ High Voltage Accidentને પગલે સ્થાનિક લોકોમાં રોષ પણ જોવા મળ્યો હતો અને ગ્રામજનોએ ધરણાં શરૂ કર્યાં હતાં.

મુખ્યમંત્રી ભજનલાલ શર્માએ દુઃખ વ્યક્ત કર્યું

આ દુર્ઘટના અંગે રાજસ્થાનના મુખ્યમંત્રી ભજનલાલ શર્માએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને દુઃખ વ્યક્ત કર્યું છે. બીજી તરફ, અકસ્માત બાદ ગ્રામજનોમાં રોષ જોવા મળ્યો હતો અને તેમણે ધરણાં શરૂ કરી દીધાં હતાં. આ ઘટનાને પગલે વિસ્તારમાં શોક અને ચિંતાનો માહોલ છે.


આ પણ વાંચો:રાજકોટમાં પ્રદૂષણ બોર્ડના અધિકારીઓ સાથે ઓળખાણના નામે ઉઘરાણી, કંપનીના માલિક પાસેથી ₹1 લાખ પડાવ્યા

આ પણ વાંચો:ગીર સોમનાથમાં ધર્મશાળાની બાલ્કની પરથી પ્રવાસી પટકાયો

આ પણ વાંચો:‘SMS ઓફ ડેથ’ શું છે? એન્ડ્રોઇડ ફોનને નકામો બનાવી શકતી નવી સુરક્ષા ખામી