Gir Somnath News : ગીર સોમનાથ (Gir Somnath)જિલ્લામાં પ્રભાસપાટણ ખાતે આવેલી એક ધર્મશાળામાં મુંબઈથી આવેલા યાત્રિક (Mumbai Yatrik)સાથે અકસ્માત (Accident)ની ઘટના સામે આવી છે. યાત્રિકને અચાનક ચક્કર આવતાં તે ધર્મશાળાના ઉપરના માળેથી નીચે પટકાયો હતો. સમગ્ર ઘટના ધર્મશાળામાં લાગેલા CCTV કેમેરામાં કેદ થઈ છે.
ચક્કર આવતા અચાનક નીચે પટકાયા
મળતી માહિતી મુજબ, મુંબઈથી યાત્રા માટે આવેલા પ્રવાસી (Mumbai Yatrik)ધર્મશાળામાં રોકાયા હતા. દરમિયાન અચાનક તેમને ચક્કર આવતા તેઓ ઉપરથી નીચે પટકાયા હતા. બનાવને પગલે ધર્મશાળામાં હાજર લોકોમાં અફરાતફરી મચી હતી.
સંચાલકે તાત્કાલિક સારવાર માટે ખસેડ્યા
ઘટના બાદ ધર્મશાળાના સંચાલકે સમયસૂચકતા દાખવી ઈજાગ્રસ્ત પ્રવાસીને તાત્કાલિક સારવાર માટે પ્રભાસપાટણ આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડ્યા હતા. અહીં પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી.
વેરાવળ બાદ અમદાવાદ રીફર
પ્રાથમિક સારવાર બાદ પ્રવાસીની સ્થિતિને ધ્યાનમાં રાખીને તેમને વધુ સારવાર માટે વેરાવળ ખસેડવામાં આવ્યા હતા. ત્યારબાદ વધુ સારવાર માટે અમદાવાદ રીફર કરવામાં આવ્યા હોવાની માહિતી સામે આવી છે.
CCTVમાં કેદ થઈ ઘટના
આ સમગ્ર અકસ્માત ધર્મશાળામાં લગાવવામાં આવેલા CCTV કેમેરામાં રેકોર્ડ થયો છે. CCTV ફૂટેજમાં યાત્રિક અચાનક નીચે પટકાતા જોવા મળે છે. ઘટનાને પગલે યાત્રિકની તબિયત અને ઈજાઓ અંગે વધુ વિગતો જાણવા તંત્ર તરફથી તપાસ હાથ ધરાય તેવી શક્યતા છે.
