Kutch News/ કચ્છના મુંદ્રામાં સ્ટીલ કંપનીના 18 કામદારો 25 ફૂટ ઉપરથી નીચે પટકાયા, એકનું મોત

કચ્છના મુન્દ્નામાંથી મોટા અહેવાલ સામે આવ્યા છે. મુન્દ્રાના વડાલા નજીક આવેલી નીલકંઠ સ્ટીલ કંપનીમાં મોટી દુર્ઘટના સર્જાઈ છે. મળતા અહેવાલ પ્રમાણે નીલકંઠ સ્ટીલ કંપનીમા કામદારો કામ કરી રહ્યા હતા, ત્યારે અચાનક ચેનલ તૂટી જતા તમામ કામદારો નીચે પટકાયા હતા.

Gujarat Others

Kutch News: કચ્છના મુન્દ્નામાંથી મોટા અહેવાલ સામે આવ્યા છે. મુન્દ્રાના વડાલા નજીક આવેલી નીલકંઠ સ્ટીલ કંપનીમાં મોટી દુર્ઘટના સર્જાઈ છે. મળતા અહેવાલ પ્રમાણે નીલકંઠ સ્ટીલ કંપનીમા કામદારો કામ કરી રહ્યા હતા, ત્યારે અચાનક ચેનલ તૂટી જતા તમામ કામદારો નીચે પટકાયા હતા.

કામદારો નીચે પટકાયા

કામદારો જે જગ્યાએથી નીચે પટકાયા તે ચેનલ ૨૫ ફુટ ઉપર હતી. 18 કામદારો ચેનલ પર કામ કરી રહ્યા હતા.  તમામને ગંભીર ઈજાઓ સર્જાતા ગાંધીધામની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ઘટનાની જાણ થતાં જ મુન્દ્રા મરીન પોલીસ કંપનીમાં પહોંચીને તપાસ શરૂ કરી હતી.

અન્ય કેટલાક કામદારોની સ્થિતિ અત્યંત ગંભીર

સાથે સાથે હોસ્પિટલની પણ મુલાકાત લીધી હતી. આ ઘટનામાં કેટલાક કામદારોની સ્થિતિ અત્યંત નાજુક હોવાનું સામે આવ્યું છે. ગાંધીધામ-આદિપુરની અલગ અલગ ત્રણ હોસ્પિટલોમાં સારવાર ચાલી રહી છે. કચ્છ ઉપરાંત બનાસકાંઠાના પાલનપુરમાં એગ્રોમિલમાં દુર્ઘટના સર્જાઈ હતી. જગાણા નજીકની આ મિલની દુર્ઘટનામાં અમદાવાદમાં સારવાર દરમિયાન એક કામદારનું મોત થયું હતું. અઠવાડિયા અગાઉ ત્રણ લોકો ગંભીર રીતે દાઝ્યા હતા. દાઝવાની ઘટનામાં બેના મોત થયા હતા અને એક સારવાર હેઠળ છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:જામનગરમાં જર્જરિત ઈમારત થઈ ધરાશાયી

આ પણ વાંચો:અરવલ્લીમાં બાંગ્લાદેશી યુવક ઝડપાયા બાદ થયા મોટા ખુલાસા

આ પણ વાંચો:વંદે ભારત ટ્રેનથી રાજ્યનાં પાંચ લાખ કર્મચારીઓને થશે સીધો ફાયદો