અમદાવાદઃ આપણે કોઈને છંછેડવાના નથી, પણ આપણને કોઈ છંછેડે તો છોડવાના નથી, આ શબ્દો છે ગુજરાત ભાજપના ભૂતપૂર્વ નાણાપ્રધાન, વરિષ્ઠ નેતા અને ભૂતપૂર્વ રાજ્યપાલ વજુભાઈ વાળાના. હવે કોઈને Sanatan Dharma પણ થાય કે એવું તે શું થયું કે વજુભાઈ વાળાએ આ પ્રકારના શબ્દોનો ઉપયોગ કરવાની જરૂર પડી.
રાજકોટમાં જન્માષ્ટમી નિમિત્તે વિશ્વ હિંદુ પરિષદ દ્વારા આયોજિત ધાર્મિક સભામાં સનાતન ધર્મ અંગે વજુભાઈવાળાએ જણાવ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે આપણે સનાતનો છીએ, આપણે કોઈને છંછેડતા નથી, પણ આપણને કોઈ છંછેડે તો તેને છોડતા નથી. તેમણે હાકલ કરી હતી કે કોઈપણ વિવાદને લઈને હિંદુઓએ તેમની ધાર્મિક એકતા તોડવી ન જોઈએ, પછી ભલેને તેમના Sanatan Dharma પસંપ્રદાય જુદા-જુદા કેમ ન હોય.
રાજકોટમાં શોભાયાત્રા પૂર્વે યોજાયેલી ધાર્મિક સભામાં વજુભાઈ વાળાએ કરેલા નિવેદનને સાળંગપુરના હનુમાન મંદિર વિવાદની સાથે તમિલનાડુના મંત્રી ઉદયનિધિ સ્ટાલિને સનાતન ધર્મ અંગે ઉચ્ચારેલા વિવાદો Sanatan Dharma સાથે જોડવામાં આવી રહ્યા છે. વજુભાઈવાળાના નિવેદનના સનાતન ધર્મના વિરોધીઓને અપાયેલી ગર્ભિત ચેતવણીના સ્વરૂપમાં જોવામાં આવી રહ્યા છે.
અહીં તે બાબત પણ ઉલ્લેખનીય છે કે વજુભાઈવાળાનું આ નિવેદન પીએમ નરેન્દ્ર મોદીએ કેબિનેટ બેઠકમાં સનાતન ધર્મની નિંદા કરનારાઓને વળતો જવાબ આપવાનું કહ્યા બાદ આવ્યું છે. તેમણે જણાવ્યું હતું કે નાની-નાની ભૂલો માટે હિંદુ સમાજ અંદરોઅંદર જ તલવાર ખેંચે તે યોગ્ય નથી, કોઈપણ વિવાદ થાય તો તેનો સૌહાર્દપૂર્વક ઉકેલ જરૂરી છે.
ઉલ્લેખનીય છે કે વજુભાઈવાળા એ જ કાઠિયાવાડી Sanatan Dharma આગેવાન છે જેમણે મોદી ગુજરાતના સીએમ બન્યા ત્યારે તેમના માટે સીટ ખાલી કરી હતી. તેઓ ગુજરાતના નાણામંત્રીની સાથે વિધાનસભાના અધ્યક્ષ રહી ચૂક્યા છે અને કર્ણાટકના રાજ્યપાલ પણ રહી ચૂક્યા છે.
આ પણ વાંચોઃ G20 Summit/ મોટા નેતા હોટલમાં રોકાય છે ત્યારે બહાર પાર્ક કરાય છે ટ્રક, આ છે મુખ્ય કારણ
આ પણ વાંચોઃ G20 Summit/ ક્યારે આવશે બિડેન ? 9 અને 10 સપ્ટેમ્બરે કયા-કયા છે કાર્યક્રમો; G20 પ્રોગ્રામ્સની સંપૂર્ણ સૂચિ
આ પણ વાંચોઃ EVM Hacking/ શું EVM સાથે કોઈપણ રીતે છેડછાડ થઈ શકે?ચૂંટણી પંચે સુપ્રીમ કોર્ટમાં આપ્યા તમામ જવાબ.
આ પણ વાંચોઃ ગુજરાતમાં વરસાદની આગાહી/ લાંબા વિરામ બાદ ગુજરાતમાં ચોમાસાની ધમાકેદાર એન્ટ્રી, ભારે વરસાદની આગાહી
આ પણ વાંચોઃ Taliban/ તાલિબાન હવે પાકિસ્તાન વિરુદ્ધ બગાવત પર ઉતરી આવ્યું: ચાર પાક. સૈનિકોની કરી હત્યા…!!
