Sabarkantha News/ સાબરકાંઠામાં બંધ મકાનની અંદર મળી આવ્યું નવજાત શિશુ, બાળકની સ્થિતિ ગંભીર

સાબરકાંઠામાં બંધ મકાનની અંદરથી નવજાત શિશુ મળી આવતા ચકચાર મચી જવા પામી. નવજાત શિશુ બંધ મકાનના બાથરુમમાં પ્લાસ્ટિકના કેનમાં રાખેલ હતું.

Top Stories Gujarat Others

Sabarkantha News: સાબરકાંઠા (Sabarkantha)માં બંધ મકાનની અંદરથી નવજાત શિશુ (NewBornChild) મળી આવતા ચકચાર મચી જવા પામી. નવજાત શિશુ બંધ મકાનના બાથરુમમાં પ્લાસ્ટિકના કેનમાં રાખેલ હતું. સ્થાનિક દ્વારા આ બાબત સામે આવતા 108ની ટીમને જાણ કરી. એમ્બ્યુલન્સના ડોક્ટરોએ બાળકને પ્રાથમિક સારવાર આપી સિવિલ હોસ્પિટલમાં ખસેડયું. નવજાત શિશુ બંધ મકાનમાંથી મળી આવતા ફરી વખત એક વખત મા ની મમતા પર સવાલ ઉઠ્યા છે.

કહેવત છે કે ‘પુત્ર કુપુત્ર થાય પણ માવતર કમાવાતર ના બને’. પરંતુ આ કહેવત હવે આજના સમયમાં ખોટી પડી રહી છે. આજની માતાઓ આધુનિકતાની હોડમાં પોતાના સંતાનને તરછોડવા તૈયાર થઈ જાય છે. કહેવાતી આધુનિક માતાને સંતાન ગુમાવવાનું દુઃખ થતું નથી. અને આથી જ પોતાના મોજશોખમાં ગર્ભવતી થયા બાદ માતાનું લેબલ ના લાગે માટે જન્મ થતાં જ બાળકને ત્યજી દે છે. વધુ એક વખત માની મમતા શર્મશાર થઈ છે.

વિજયનગરના ભટેલા ગામેથી નવજાત શિશુ મળી આવતા કહેવાતી માતાના નામને લાંછન લાગ્યું છે. વિજયનગરના ભટેલા ગામ પાસે એક મકાન લાંબા સમયથી બંધ છે. આ બંધ મકાનની અંદર અજાણી વ્યક્તિ નવજાત શિશુને તરછોડી ભાગી ગઈ. જો કે એક સ્થાનિક દ્વારા બંધ મકાનની અંદરથી કોઈ અવાજ આવતા તપાસ કરી તો નવજાત શિશુ હોવાનું માલૂમ પડ્યું. આ જાણ થતાં જ સ્થાનિકે તાત્કાલિક 108ની ટીમને જાણ કરતા મદદ માટે પહોંચી. એમ્બ્યુલન્સના ડોક્ટર દ્વારા બંધ મકાનના બાથરુમમાં પ્લાસ્ટિકના કેનમાં બાળક રાખેલ હતું. તેને બહાર કાઢવામાં આવ્યું. જો કે નવજાત શિશુની હાલત ખરાબ હોવાથી વધુ સારવાર અર્થે હિંમતનગર સિવિલ ખસેડાશે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: સાબરકાંઠાના વડાલી તાલુકામાં 2023ની ગ્રાન્ટની સાયકલો પ્રાઇવેટ દુકાનમાં દેખાતા ચકચાર

આ પણ વાંચો: સાબરકાંઠા: સ્ટેટ હાઇવે પર ટ્રાફિક જામ, પ્રજા પરેશાન, તંત્ર નિંદ્રાધીન !

આ પણ વાંચો: સાબરકાંઠા જિલ્લામાં ખાણ ખનીજ વિભાગને ખુલ્લો પડકાર આપનાર ખનન માફીયાઓ બેફામ…