Sabarkantha News : સાબરકાંઠા જિલ્લામાં ખાણ ખનીજ વિભાગને ખુલ્લો પડકાર આપનાર ખનન માફીઆઓ છેલ્લા કેટલાક સમયથી બેફામ બન્યા છે ત્યારે સાબરકાંઠા જિલ્લાના ઈડર લીંબોઈ રોડ પર આવેલા ગઢ પાછળના તળાવમાં રાત દિવસ રેતી ચોરી કરવામાં આવી રહી છે ઇડર ગઢ પાછળના તળાવ સહિત ગંભીરપુરા દેવ દરબાર આશ્રમની બાજુમાં ડુંગરની તળેટીમાં પણ રેતી ચોરીના બનાવો વધ્યા છે.
છેલ્લા કેટલાક સમયથી સરકારી તિજોરીને નુકસાન પહોંચાડી રેતીનું ખનન કરનાર ખનન માફીઓ દ્વારા તંત્રને ખુલ્લો પડકાર આપવામાં આવતો હોવા છતાં તંત્ર કાર્યવાહીમાં નિષ્ફળ જોવા મળી રહ્યું છે ત્યારે ધોળા દિવસે ખનન કરી ખનન માફિયા રેતી ચોરી કરી સરકારી તિજોરીને નુકસાન પહોંચાડી રહ્યા છે ત્યારે તંત્ર દ્વારા ખનન માફિયાઓ સામે ક્યારે લાલ આંખ કરવામાં આવે છે તે મહત્વનું બની રહેશે. આવનાર સમયમાં સાબરકાંઠા જિલ્લા ખાણ ખનીજ વિભાગ દ્વારા આગામી સમયમાં તંત્રને ખુલ્લો પડકાર આપનાર રેત ચોરો સામે કેવા અને કયા પ્રકારના પગલા ભરવામાં આવે છે તે મહત્વનું બની રહેશે…
આ પણ વાંચો: સુરત બોગસ ડોક્ટરોએ શરૂ કરેલી બોગસ હોસ્પિટલ એક જ દિવસમાં સીલ
આ પણ વાંચો: સુરત બન્યું બોગસ ડોક્ટરોનું હબ
આ પણ વાંચો: અમદાવાદમાં બોગસ ડોક્ટરની વધુ એક નકલી હોસ્પિટલ પકડાઈ