Sabarkantha News/ સાબરકાંઠાના વડાલી તાલુકામાં 2023ની ગ્રાન્ટની સાયકલો પ્રાઇવેટ દુકાનમાં દેખાતા ચકચાર

સાબરકાંઠાના વડાલી તાલુકામાં 2023ની સાયકલો પ્રાઈવેટ દુકાનમાં જોવા મળી, તંત્ર સામે અનેક સવાલો….

Gujarat Others Breaking News

Sabarkantha News : સાબરકાંઠા જિલ્લાના વડાલી તાલુકામાં ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. 2023ની ગ્રાન્ટમાં મંજૂર થયેલી સાયકલો હજુ સુધી વિદ્યાર્થીઓને આપવામાં આવી નથી, પરંતુ આ સાયકલો ખાનગી દુકાનમાં જોવા મળી રહી છે. આ ઘટનાએ વિસ્તારમાં અનેક સવાલો ઉઠાવ્યા છે.

જિલ્લામાં સાયકલ વિતરણમાં મોટા પાયે કૌભાંડ થયું હોવાની શંકા વ્યક્ત થઈ રહી છે. હજારોની સંખ્યામાં સાયકલો વિતરણ વગર જ પડી રહી છે અને કેટલીક સાયકલો તો ભંગાર બની ચૂકી છે. આ સાથે જ, ગુજરાતમાં ભંગાર સાયકલો પધરાવવા માટે એજન્સીઓ સક્રિય થઈ હોવાના પણ આક્ષેપો થઈ રહ્યા છે.

આ ઘટનાને લઈને અનેક પ્રશ્નો ઉભા થાય છે, શું સાયકલ વિતરણમાં કોઈ મોટું કૌભાંડ થયું છે ? શા માટે સાયકલો વિદ્યાર્થીઓ સુધી પહોંચી રહી નથી ? ખાનગી દુકાનોમાં સાયકલો ક્યાંથી આવી ? ભંગાર બની ચૂકેલી સાયકલોનું શું થશે ? આ મામલે જિલ્લા કલેક્ટર અને શિક્ષણ વિભાગે તાત્કાલિક તપાસ કરીને આરોપીઓ સામે કાર્યવાહી કરવી જોઈએ. સાથે જ, વિદ્યાર્થીઓને મળવા પાત્ર સાયકલોનું વિતરણ પણ યોગ્ય સમયસર કરવું જોઈએ.


whatsapp જાહેરાત સફેદ ફોન્ટ મોટી સાઈઝ 2 4 બળાત્કાર બળાત્કાર છે, પતિ એ પતિ સાથે કરે છે: ગુજરાતી હાઈકોર્ટ


આ પણ વાંચો: સાબરકાંઠા: સ્ટેટ હાઇવે પર ટ્રાફિક જામ, પ્રજા પરેશાન, તંત્ર નિંદ્રાધીન !

આ પણ વાંચો: સાબરકાંઠા જિલ્લામાં ખાણ ખનીજ વિભાગને ખુલ્લો પડકાર આપનાર ખનન માફીયાઓ બેફામ…

આ પણ વાંચો: સાબરકાંઠામાં BZ સ્કીમમાં વધુ એક શિક્ષક એજન્ટ હોવાનો ઘટસ્ફોટ