Not Set/ ફારુક અબ્દુલ્લાના ઘરમાં જબરજસ્તી કાર લઈ ઘુસ્યો યુવક, સુરક્ષાબળોએ ગોળી મારી કર્યો ઠાર

શ્રીનગર, જમ્મુ-કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી અને નેશનલ કોન્ફરન્સના નેતા ફારુક અબ્દુલ્લાના ઘરમાં એક યુવક જબરદસ્તીથી ઘુસવાનો પ્રયાસ કરી રહ્યો હતો, ત્યારે આ યુવક પર સુરક્ષાબળના જવાનોએ ગોળી મારી દીધી છે. મળતી માહિતી મુજબ, શનિવારે મરફાસ નામનો યુવક પોતાની SUV કાર લઈને પૂર્વ મુખ્યમંત્રીન ઘરમાં ઘુસવાનો પ્રયાસ કર્યો હતો અને આ દરમિયાન ત્યાં ઉપસ્થિત જવાનોને તેને રોકવાનો […]

Top Stories India Trending

શ્રીનગર,

જમ્મુ-કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી અને નેશનલ કોન્ફરન્સના નેતા ફારુક અબ્દુલ્લાના ઘરમાં એક યુવક જબરદસ્તીથી ઘુસવાનો પ્રયાસ કરી રહ્યો હતો, ત્યારે આ યુવક પર સુરક્ષાબળના જવાનોએ ગોળી મારી દીધી છે.

મળતી માહિતી મુજબ, શનિવારે મરફાસ નામનો યુવક પોતાની SUV કાર લઈને પૂર્વ મુખ્યમંત્રીન ઘરમાં ઘુસવાનો પ્રયાસ કર્યો હતો અને આ દરમિયાન ત્યાં ઉપસ્થિત જવાનોને તેને રોકવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ આ યુવક ન રોકાયા બાદ જવાનોએ ગોળી મારી ઠાર કર્યો છે.

બીજી બાજુ, જવોનો દ્વારા ચલાવવામાં આવેલી ગોળીમાં માર્યા ગયેલા આ યુવકના પરિવારજનોએ સુરક્ષાબળો વિરુધ હંગામો કર્યો છે તેમજ યુવકના પિતાએ આ કાર્યવાહી સામે સવાલો પણ ઉભા કર્યાં છે.

જમ્મુ ઝોનના IG એસ ડી સિંહ જમવાલે જણાવ્યું, “ફારુક અબ્દુલ્લાના ઘરમાં મરફાસ શાહ નામનો એક યુવક જબરદસ્તીથી ઘુસવાનો પ્રયાસ કરી રહ્યો હતો. પૂંછનો રહેવાસી આ યુવક વધુ સ્પીડે SUV કારમાં ઘરના વીઆઈપી ગેટથી અંદર ઘુસ્યો હતો. તેની પાસે કોઈ હથિયાર ન હતા અને હવે પોલીસ આ મામલે તપાસમાં લાગી છે”.

યુવકના પરિવારજનોએ જતાવ્યો વિરોધ

ફારુક અબ્દુલ્લાના ઘરમાં ઘુસી રહેલા યુવક પર સુરક્ષાબળો દ્વાર કરાયેલી કાર્યવાહી અંગે પરિવારજનોએ ભારે હંગામો મચાવ્યો છે અને તેઓ પૂર્વ CMના ઘરે પહોચ્યા છે. યુવકના પિતાએ કહ્યું, “મરો દિકરો ગઈ કાલે રાત્રે મારી સાથે હતો. તે રોજ જીમમાં જાય છે, અને આજે પણ તે જીમમાં જવા માટે નીકળ્યો હતો. જયારે તેને ગેટ તોડવાની કોશિશ કરી ત્યારે સુરક્ષા કર્મીઓ ક્યાં હતા ? તેઓની તેની ધરપકડ શ માટે ન કરી. હું જાણું છું કે, તેને શ માટે મારવામાં આવ્યો ?

જો કે આ ઘટના બાદ ફારુક અબ્દુલ્લાના પુત્ર અને રાજ્યના પૂર્વ CM ઉમર અબ્દુલ્લાએ ટ્વીટ કરતા કહ્યું છે કે, “એક વ્યક્તિએ તેઓના ઘરમાં ઘૂસવાની કોશિશ કરી છે. ઘુસપેઠ કરી રહેલા આ વ્યક્તિએ સામેના દરવાજાથી ઘરમાં પ્રવેશ કર્યો હતો અને તે લોબી સુધી પહોંચી ગયો હતો. સુરક્ષાકર્મીઓએ આ યુવકને મારી કાઢ્યો છે અને તેની ઓળખ કરવામાં આવી રહી છે”.

મહત્વનું છે કે, જમ્મુ-કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી ફારુક અબ્દુલ્લાને આતંકવાદી ખતરાને જોતા Z + સુરક્ષા આપવામાં આવી છે.