Not Set/ આસામ/ માલગાડીનાં એક પછી એક ડબ્બાઓ ટ્રેક પરથી ઉતર્યા

આસામનાં ડિબ્રુગઢ જિલ્લામાં નાહરકટિયા નજીક રવિવારની વહેલી સવારે એક માલગાડીનાં સાત કોચ પાટા પરથી ઉતરી ગયા હતા. જોકે આ દુર્ઘટનામાં કોઈ જાનહાનીની ​​જાણ થઈ નથી, પરંતુ રેલ્વે ટ્રેક સંપૂર્ણ અવરોધીત બન્યો છે. આ અકસ્માત કેટલું ભયંકર છે તેની જાણ તે વાત થઇ શકે કે ઘણા કોચ એકબીજા પર ચઢી ગયા છે. મળતી માહિતી મુજબ રવિવારે […]

Top Stories India

આસામનાં ડિબ્રુગઢ જિલ્લામાં નાહરકટિયા નજીક રવિવારની વહેલી સવારે એક માલગાડીનાં સાત કોચ પાટા પરથી ઉતરી ગયા હતા. જોકે આ દુર્ઘટનામાં કોઈ જાનહાનીની ​​જાણ થઈ નથી, પરંતુ રેલ્વે ટ્રેક સંપૂર્ણ અવરોધીત બન્યો છે. આ અકસ્માત કેટલું ભયંકર છે તેની જાણ તે વાત થઇ શકે કે ઘણા કોચ એકબીજા પર ચઢી ગયા છે. મળતી માહિતી મુજબ રવિવારે સવારે એક માલગાડી નાહરકટિયા વિસ્તારમાંથી પસાર થઈ રહી હતી. અચાનક તેના સાત કોચ પાટા પરથી ઉતરી ગયા અને ક્રેશ થઈ ગયા.

સૂત્રોએ જણાવ્યું છે કે ટ્રેનમાં દાળ લઇ જવામાં આવી રહી હતી. સુત્રો કહે છે કે માલગાડીને ટ્રેક પરથી દૂર કરવામાં લાંબો સમય લાગશે. અકસ્માતને કારણે ગુવાહાટીથી ઉપર આસામ સુધીની રેલ કનેક્ટિવિટી કટ થઇ ગઇ છે.

સુત્રોએ જણાવ્યું છે કે આ માર્ગ બંધ થવાને કારણે નવી બનેલી બોગીબિલ દ્વારા ટ્રેનો દોડાવી શકાય છે. આ ઘટનાની પુષ્ટિ કરતાં પૂર્વોત્તર સીમાંત રેલ્વેએ જણાવ્યું છે કે રાહત અને બચાવ કામગીરી ચાલુ છે. તપાસ બાદ ટૂંક સમયમાં સત્તાવાર નિવેદન બહાર પાડવામાં આવશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.