મહારાષ્ટ્ર સરકારમાં બીજેપી ક્વોટાના મંત્રી વિજય કુમાર ગાવિત કદાચ બોલીવુડ અભિનેત્રી ઐશ્વર્યા રાયની સુંદર આંખોનું રહસ્ય જાણે છે. રાજ્યના આદિજાતિ વિકાસ મંત્રી ગાવિતે કહ્યું છે કે ઐશ્વર્યા રાયની આંખો સુંદર છે કારણ કે તે નિયમિતપણે માછલી ખાતી હતી. મંત્રી રાજ્યના ધુલે જિલ્લામાં માછીમાર સમુદાય દ્વારા આયોજિત એક કાર્યક્રમને સંબોધિત કરી રહ્યા હતા. સમારંભમાં તેમના સંબોધનની આ ક્લિપ સોમવારે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ હતી.
માછલી ખાવાના મહત્વ અને ફાયદાઓ સમજાવતા ગાવિતે જાહેર સભામાં ઐશ્વર્યા રાયની સુંદર આંખો વિશે ટિપ્પણી કરી. તેમણે કહ્યું, “તમે ઐશ્વર્યા રાયની આંખો જોઈ હશે. તે ખૂબ જ સુંદર છે. તે કર્ણાટકના મેંગલોરના દરિયાકાંઠાના વિસ્તારમાં મોટી થઈ છે. તે નિયમિતપણે માછલી ખાતી હતી અને તેથી જ તેની આંખો ખૂબ સુંદર છે.”
ગાવિત ત્યાં અટક્યા નહીં. તેમણે યુવાનોને માછલી ખાવાની સલાહ આપતા કહ્યું કે, જો યુવાનો માછલી ખાવાનું શરૂ કરશે તો તેમની આંખો પણ સુંદર દેખાશે અને તેઓ સરળતાથી છોકરીઓનું દિલ જીતી શકશે.
68 વર્ષીય ગાવિત માછીમારોને ફિશિંગ ગિયરનું વિતરણ કરવા ધુલે આવ્યા હતા. મંત્રીએ એમ પણ કહ્યું કે માછલી ખાવાથી ત્વચામાં પણ સુધારો થશે કારણ કે માછલીમાં તેલ હોય છે, જેનાથી આંખો અને ત્વચાને ઘણો ફાયદો થાય છે.
આપને જણાવી દઈએ કે, ગાવિત નંદુરબારથી ભાજપના ધારાસભ્ય છે અને ઉત્તર મહારાષ્ટ્રના પ્રભાવશાળી આદિવાસી નેતા માનવામાં આવે છે. તેમની પુત્રી હિના નંદુરબાર લોકસભા મતવિસ્તારમાંથી ભાજપના સાંસદ છે. ગાવિત ભાજપ પહેલા એનસીપીમાં પણ રહી ચૂક્યા છે. તેઓ અગાઉ પણ પત્રકારોને ધમકી આપવાના મામલે વિવાદોમાં રહ્યા છે.
આ પણ વાંચો:સી. આર. પાટિલની અધ્યક્ષતામાં મળી ભાજપની બેઠક, કરાઈ આ મહત્વની ચર્ચાઓ
આ પણ વાંચો:મુકુલ વાસનિક બન્યા ગુજરાત કોંગ્રેસના પ્રભારી
આ પણ વાંચો:સુરતમાં પ્રેમ લગ્નનો કરુણ અંજામ,પરિણીતાને સાસરિયા પર લગાવ્યા ગંભીર આક્ષેપો
આ પણ વાંચો:શ્રાવણ માસના પહેલા દિવસે સ્વયંભૂ પ્રગટેલા જડેશ્વર મહાદેવના મંદિરમાં દર્શનાર્થીઓનો જમાવડો
