મોટા સમાચાર/ મુકુલ વાસનિક બન્યા ગુજરાત કોંગ્રેસના પ્રભારી

મુકુલ વાસનિકને ગુજરાતના પ્રભારી જનરલ સેક્રેટરી બનાવવામાં આવ્યા છે.ગુજરાતના કોંગ્રેસના પ્રભારી તરીકે ના પદ પર રહેલા રઘુ શર્માના રાજીનામા પછી આ પદ ખાલી હતી.

Gandhinagar Top Stories Gujarat Breaking News
Untitled 149 8 મુકુલ વાસનિક બન્યા ગુજરાત કોંગ્રેસના પ્રભારી
  • ગુજરાત કોંગ્રસના પ્રભારી મુકુલ વાસનિક
  • કોંગ્રેસના મહાસચિવ છે મુકુલ વાસનિક
  • રાજ્યસભાના સાંસદ સભ્ય બન્યા પ્રભારી

રણદીપ સુરજેવાલાને મધ્યપ્રદેશના પ્રભારી જનરલ સેક્રેટરી અને મુકુલ વાસનિકને ગુજરાતના પ્રભારી જનરલ સેક્રેટરી બનાવવામાં આવ્યા છે.ગુજરાતના કોંગ્રેસના પ્રભારી તરીકે ના પદ પર રહેલા રઘુ શર્માના રાજીનામા પછી આ પદ ખાલી હતી. આ પદ ખાલી રહેતા અહીં લાંબા સમયથી નિયુક્તિની વાતો વહેતી થઈ રહી હતી. જોકે તમામ ચર્ચાઓ અને વાતો વચ્ચે આજે ગુજરાત કોંગ્રેસને નવા પ્રભારી મળ્યા છે.

જણાવી દઈએ કે આગામી વર્ષ 2024માં લોકસભાની ચૂંટણી આવી રહી છે. જેને ધ્યાનમાં રાખી દરેક રાજકીય પક્ષો અત્યારથી જ તૈયારીમાં લાગી ગયા છે. ગુજરાતમાં લોકસભાની બેઠકો પર કોંગ્રેસ કેટલું પ્રબળતાથી ઉતરે છે તેનો હજુ કોઈ ક્યાસ કઢાયો નથી પરંતુ આ ચૂંટણી થાય તે પહેલા મુકુલ વાસનિકને ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રભારી તરીકેની જવાબદારી સોંપવામાં આવી છે. હાલ મુકુલ વાસનિક રાજ્યસભાના સાંસદ છે અને હવે તેઓ આ સાથે સાથે ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રભારી તરીકેનો પદભાર પણ સંભાળશે.

Untitled 149 મુકુલ વાસનિક બન્યા ગુજરાત કોંગ્રેસના પ્રભારી

 

કોંગ્રેસે ગુરુવારે (17 ઓગસ્ટ) પાર્ટી સંગઠનમાં મોટો ફેરફાર કર્યો છે. પાર્ટીએ રણદીપ સુરજેવાલાને મધ્યપ્રદેશના સિનિયર ઓબ્ઝર્વર બનાવ્યા બાદ હવે રાજ્યના પ્રભારી મહાસચિવનો વધારાનો હવાલો આપ્યો છે. તો બીજી તરફ મુકુલ વાસનિકને ગુજરાતના પ્રભારી મહાસચિવના પદની જવાબદારી સોંપવામાં આવી છે. આ સિવાય બ્રિજલાલ ખાબરીના સ્થાને અજય રાયને ઉત્તર પ્રદેશ કોંગ્રેસના અધ્યક્ષ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.

આ સિવાય બ્રિજલાલ ખબરીના સ્થાને અજય રાયને ઉત્તર પ્રદેશ કોંગ્રેસના અધ્યક્ષ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. સુરજેવાલાને વરિષ્ઠ નેતા જેપી અગ્રવાલના સ્થાને મધ્યપ્રદેશના પ્રભારી મહાસચિવની જવાબદારી સોંપવામાં આવી હતી, જ્યારે વાસનિકને રાજસ્થાન કોંગ્રેસના નેતા રઘુ શર્માની જગ્યાએ જનરલ સેક્રેટરી પ્રભારી બનાવવામાં આવ્યા હતા.

આ પણ વાંચો:શ્રાવણ માસના પહેલા દિવસે સ્વયંભૂ પ્રગટેલા જડેશ્વર મહાદેવના મંદિરમાં દર્શનાર્થીઓનો જમાવડો

આ પણ વાંચો:સાઈબર ક્રાઈમની ફરિયાદ બાદ સુરતની 27 હીરા કંપનીઓનાં બેન્ક ખાતા ફ્રીઝ, કરોડોના વ્યવહારો ખોરવાયા

આ પણ વાંચો:બધુજ અહીંયા સસ્તું છે ….સસ્તા હે પણ આછા હે અમદાવાદ

આ પણ વાંચો:ભરૂચમાં ઈમારત ધરાશાયી થતા નિંદ્રાધીન પરિવાર કાટમાળમાં દટાયો, એકનું મોત