Not Set/ ICC World Cup ENG vs PAK : રૂટ અને બટલરની સેન્ચ્યુરી ન આવી કામ, સંઘર્ષ કરતા 14 રને હાર્યુ ઈંગ્લેન્ડ

આઇસીસી વિશ્વ કપની 6 મેચમાં ઈંગ્લેન્ડની ટીમને પાકિસ્તાન સામે હારનો સામનો કરવો પડ્યો છે. આ પહેલા ઈંગ્લેન્ડે ટોસ જીતી પાકિસ્તાનને બેટીંગ માટે આમંત્રણ આપ્યુ હતુ. જે પાકિસ્તાન માટે વરદાન સમાન રહ્યુ હતુ. પાકિસ્તાને 50 ઓવરમાં 8 વિકેટનાં નુકસાને વિશાળ 348 રનનો ટાર્ગેટ સેટ કરી દીધો હતો. સ્કોરનો પીછો કરવા ઉતરેલી ઈંગ્લેન્ડની ટીમ સંઘર્ષનો પરિચય બતાવતા […]

Top Stories Sports

આઇસીસી વિશ્વ કપની 6 મેચમાં ઈંગ્લેન્ડની ટીમને પાકિસ્તાન સામે હારનો સામનો કરવો પડ્યો છે. આ પહેલા ઈંગ્લેન્ડે ટોસ જીતી પાકિસ્તાનને બેટીંગ માટે આમંત્રણ આપ્યુ હતુ. જે પાકિસ્તાન માટે વરદાન સમાન રહ્યુ હતુ. પાકિસ્તાને 50 ઓવરમાં 8 વિકેટનાં નુકસાને વિશાળ 348 રનનો ટાર્ગેટ સેટ કરી દીધો હતો. સ્કોરનો પીછો કરવા ઉતરેલી ઈંગ્લેન્ડની ટીમ સંઘર્ષનો પરિચય બતાવતા 334 રન બનાવી શક્યુ હતુ. વિશ્વ કપમાં ઈંગ્લેન્ડ અને પાકિસ્તાન બે મેચ રમી ચુક્યુ છે જેમાથી બંન્ને ટીમ 1-1 મેચ હારી છે.

https://twitter.com/cricketworldcup/status/1135604566127468544

વેસ્ટ ઈંન્ડિઝ વિરુદ્ધ પહેલી મેચમાં માત્ર 105 રન પર ઢેર થઇ ગયેલી પાકિસ્તાનની ટીમ ઈંગ્લેન્ડ સામે એક અલગ જ અંદાજમાં જોવા મળી હતી. પહેલી મેચમાં કારમી હાર મેળવ્યા બાદ પાકિસ્તાનની ટીમનો ચો તરફથી મઝાક ઉડાવવામાં આવી રહ્યો હતો. જેને લઇને પાકિસ્તાન આ મેચમાં ગંભીર જોવા મળ્યુ હતુ. જેનું પરિણામ કે પાકિસ્તાનની ટીમ 50 ઓવરમાં 8 વિકેટનાં નુકસાને 348 જેવો વિશાળ સ્કોર ઉભો કરવમાં સફળ રહ્યુ હતુ.

https://twitter.com/ICC_Coverage/status/1135609639117250560

પાકિસ્તાનની બેટીંગની વાત કરીએ તો ટીમ તરફથી સૌથી વધુ રન મોહમ્મદ હાફીઝ કર્યા હતા. જ્યા તેણે માત્ર 62 બોલમાં 8 ચોક્કા અને 2 છક્કાની મદદથી 84 રન બનાવ્યા હતા. તેના સિવાય બાબર આઝમે 66 બોલમાં 63 રન તો કેપ્ટન સરફરાઝ અહમદે 44 બોલમાં 55 રન બનાવ્યા હતા. પાકિસ્તાનની ટીમનાં બોલરો શરૂઆતમાં ઈંગ્લેન્ડનાં બેટ્સમેનો માટે સરદર્દ બન્યા હતા. પરંતુ જો રૂટ અને બટલર પર પાકિસ્તાનની બોલીંગની ધાર નબળી પડી ગઇ હતી. મેચમા ઓલરાઉન્ડર પ્રદર્શન કરનાર મોહમ્મદ હાફિઝ  મેન ઓફ ધ મેચ બન્યો હતો.

ઈંગ્લેન્ડ તરફથી સૌથી વધુ રન જો રૂટે કર્યા હતા. જ્યા તેણે ટીમને જીત સુધી પહોચાડતા 104 બોલમાં પોતાની સેન્ચ્યુરી પૂરી કરતા 107 રન બનાવ્યા હતા. તો બીજી તરફ બટલરે તોફાની બેંટીંગ કરતા 76 બોલમાં સેન્ચ્યુરી ફટકારતા 103 રન બનાવ્યા હતા. ઈંગ્લેંડની ટીમને છેલ્લી 20 ઓવરમાં 166 રનની જરૂર હતી અને પાકિસ્તાન માટે આ ભાગીદારી માથાનો દુખાવો બની ગઈ હતી. રૂટ 97 બોલનો સામનો કરીને પોતાના કેરિયરની 15 મી સદી ફટકારવામાં સફળ રહ્યો, સેન્ચ્યુરી ફટકાર્યા બાદ તે શાદાબનાં હાથે આઉટ થઇ ગયો હતો.

વળી બટલરે મોહમ્મદ આમિરની બોલમાં ચોક્કો મારી પોતાની 9મી સેન્ચ્યુરી ફટકારી હતી. પરંતુ તે પણ સેન્ચ્યુરી ફટકાર્યા બાદ આઉટ થઇ ગયો હતો. બટલરનાં આઉટ થયા બાદ ઈંગ્લેન્ડને 33 બોલમાં 61 રનની જરૂર હતી. બટલર બાદ આવેલા ખેલાડીઓમાં મોઈન અલીએ19, તો ક્રિસ વોક્સે 21 રન બનાવ્યા અને બાદમા રિયાઝનાં હાથે તે પણ આઉટ થઇ ગયા હતા. આ ખેલાડીઓનાં આઉટ થયા બાદ ઈંગ્લેન્ડની થોડી આશામાં પણ પાણી ફેરવાઇ ગયુ હતુ.

આ પહેલા ઇંગ્લેન્ડનાં પ્રમુખ બોલરો અને ફિલ્ડરોએ નિરાશ કર્યા હતા. જોફ્રા આર્ચરએ દસ ઓવરમાં 79 રન આપ્યા તો મોઈન અલીએ 50 રન આપ્યા હતા. જ્યારે માર્ક વુડે 53 રન આપતા બે વિકેટ ઝડપી હતી. વોક્સે 71 રન આપી ત્રણ વિકેટ અને ચાર કેચ ઝડપ્યા હતા અને વિશ્વ કપમાં આવુ કરનાર ચોથો ફિલ્ડર બન્યો છે. ઇમામ અલ હક (44) અને ફખર જમાન (36) પ્રથમ વિકેટ માટે 86 રન બનાવતા પાકિસ્તાનની સારી શરૂઆત રહી હતી. આ ભાગીદારીની વિશેષતા એ હતી કે બંન્નેએ જૉફ્રા આર્ચર જેવા બોલરોને પોતાના પર હાવી ન થવા દીધા.

https://twitter.com/cricketworldcup/status/1135682578797813761