Cricket/ ઈમરાન તાહિરની ‘The Hundred League’ માં પ્રથમ હેટ્રિક, 19 બોલમાં લીધી 5 વિકેટ

અનુભવી દક્ષિણ આફ્રિકાનાં બોલર ઈમરાન તાહિરે ઈંગ્લેન્ડમાં રમાઈ રહેલી ધ હન્ડ્રેડ (The Hundred League) માં પ્રથમ હેટ્રિક લઈને દરેકનાં દિલ જીતી લીધા છે.

Sports

અનુભવી દક્ષિણ આફ્રિકાનાં બોલર ઈમરાન તાહિરે ઈંગ્લેન્ડમાં રમાઈ રહેલી ધ હન્ડ્રેડ (The Hundred League) માં પ્રથમ હેટ્રિક લઈને દરેકનાં દિલ જીતી લીધા છે. 42 વર્ષનાં આ ખેલાડીએ માત્ર હેટ્રિક જ નહીં પણ પાંચ વિકેટ લઈને પોતાની ટીમને જીત અપાવી હતી.

ઈમરાન

આ પણ વાંચો – ટોક્યો ઓલમ્પિક / બ્રોન્ઝ મેડલ જીતીને પરત ફરેલા કુસ્તીબાજ બજરંગ પુનિયાનું સોનીપતમાં ઉષ્માભર્યું સ્વાગત કરાયું

મહેન્દ્ર સિંહ ધોનીની ફ્રેન્ચાઇઝી ચેન્નાઇ સુપર કિંગ્સનો બોલર ઈમરાન તાહિર સોમવારે મોડી રાત્રે ધ હન્ડ્રેડ લીગની મેચમાં જોવા મળ્યો હતો. તાહિરે મેચમાં હેટ્રિક સાથે પાંચ વિકેટ ઝડપી હતી. ધ હન્ડ્રેડ જેવા ટૂંકા ફોર્મેટમાં પાંચ વિકેટ લેવી એ કોઈ મોટી સિદ્ધિથી ઓછી વાત નથી. ઈમરાન તાહિરે મેચમાં કુલ 19 બોલ ફેંક્યા હતા, જેમાંથી 10 બોલ ડોટ હતા. એટલે કે, તેણે બાકીનાં નવ બોલમાં કુલ 25 રન આપ્યા. અહીં એ નોંધવું પણ યોગ્ય છે કે તાહિરે આ સમયગાળા દરમ્યાન પાંચ વાઇડ અને બે નો-બોલ ફેંક્યા હતા. વોલ્શ ફાયર (બર્મિંગહામ ફોનિક્સ વિ વેલ્શ ફાયર) સામેની મેચ દરમ્યાન તેની ટીમ બર્મિંઘમ ફોનિક્સ 93 રનથી જીતી હતી. 42 વર્ષનાં ઈમરાન તાહિરે પ્રથમ મેચનાં 72 માં બોલ પર એક રન બનાવીને રમી રહેલા કૈસ અહેમદને કેચ આઉટ કરાવ્યો હતો. આ પછીનાં બોલ પર, નવા બેટ્સમેન મેટ મિલ્નેસ શૂન્યનાં સ્કોર પર એલબીડબલ્યુ આઉટ થયો. 74 માં બોલ પર, ઈમરાન તાહિરએ નવા બેટ્સમેન ડેવિડ પાયને બોલ્ડ કરીને વોલ્શ ફાયરની ઇનિંગનો અંત કર્યો હતો. ધ હન્ડ્રેડ લીગમાં બનેલી આ પ્રથમ હેટ્રિક છે.

ઈમરાન

આ પણ વાંચો – એન્ડોર્સમેન્ટમાં ઉછાળ / ઓલિમ્પિકમાં ગોલ્ડ પછી નીરજ ચોપરાની બ્રાન્ડ વેલ્યુમાં મોટો ઉછાળ, એડ ગુરુ પીયૂષ પાંડેએ કહ્યું, …

ઉલ્લેખનીય છે કે, ઈમરાન તાહિર ભારત સહિત સમગ્ર વિશ્વની લોકપ્રિય લીગ IPL નો એક હિસ્સો છે. ઈમરાન ચેન્નાઇ સુપર કિંગ્સનો સદસ્ય છે. જણાવી દઇએ કે, IPL 2021 ની બાકીની મેચ 19 સપ્ટેમ્બરથી યોજાવાની છે. ચેન્નાઈ સુપર કિંગ્સ 14 ઓગસ્ટનાં રોજ યુએઈ માટે ભારત રવાના થશે. ઈમરાન તાહિરનું આ પ્રદર્શન મહેન્દ્ર સિંહ ધોનીની આગેવાની હેઠળની ફ્રેન્ચાઇઝી માટે એક સારા સમાચાર છે કારણ કે તાહિર યુએઇની સપાટ પિચો પર ખૂબ જ સફળ સાબિત થઇ શકે છે. આ મેચમાં મોઇન અલીએ તાહિરની ટીમ બર્મિંઘમ માટે 28 બોલમાં 59 રનની વિસ્ફોટક ઇનિંગ રમી હતી. આ સિવાય વિલ સમીદે 38 બોલમાં 65 રન બનાવ્યા હતા.