ક્રિકેટ ચાહકો આતુરતાથી આઈપીએલનાં નવી સિઝનની રાહ જોઇ રહ્યા છે. ત્યારે આ નવી સિઝનની શરૂઆત પહેલા જ તેના પર સંકટનાં વાદળો ઘેરાયેલા જોવા મળી રહ્યા છે. આ નવી સિઝનની શરૂઆત પહેલા કોલકતા નાઇટ રાઇડર્સનાં ખેલાડી નીતિશ રાણા કોરોના પોઝિટિવ હોવાનું સામે આવ્યુ છે.

Cricket / IPL શરૂ થાય તે પહેલા જ CSK ને લાગ્યો મોટો ઝટકો, આ ખેલાડી નહી રમે ટૂર્નામેન્ટ
દેશમાં કોરોનાનું સંકટ સતત વધી રહ્યુ છે. હવે રોજ મોટી સંખ્યામાં કોરોનાનાં કેસ સામે આવી રહ્યા છે. નેતા, અભિનેતા, ખેલાડીઓ પણ હવે આ કોરોનાની ઝપટમાં આવી રહ્યા છે. સતત વધતા કોરોનાનાં ગ્રાફમાં ક્રિકટનાં ગોડ કહેવાતા સચિન પણ આવી ગયા છે. જે બાદ ઓલરાઉન્ડર ઈરફાન પઠાણ, યુસુફ પઠાણ અને હવે વધુ એક ક્રિકેટર નીતિશ રાણા પણ કોરોનાની ઝપટમાં આવી ગયા છે. IPL માં કેકેઆરનાં ખેલાડી અને બેટ્સમેન હાલમાં મુંબઇની ટીમ હોટલમાં ક્વોરેન્ટાઇન છે અને ડોક્ટરોની દેખરેખ હેઠળ છે. આઈપીએલની 14 મી સિઝન 9 એપ્રિલથી શરૂ થવાની છે, કોલકાતા નાઈટ રાઇડર્સ 11 માર્ચે તેની પ્રથમ મેચ સનરાઇઝર્સ હૈદરાબાદ સાથે રમશે. જો કે આ ટૂર્નામેન્ટનાં શરૂ થયા પહેલા ખેલાડીઓ પર કોરોનાની અસર દેખાતા હવે BCCI ચિંતામાં દેખાઇ રહી છે. ત્યારે ઘણા લોકો IPL થશે કે નહી તે અંગે પણ ચર્ચાઓ કરી રહ્યા છે.

Cricket / અઝરુદ્દીનનું ચોંકાવનારું નિવેદન, કહ્યુ- આગામી દિવસોમાં ટીમ ઈન્ડિયાનો કેપ્ટન બની શકે છે રિષભ પંત
ઉલ્લેખનીય છે કે, ભારતીય ક્રિકેટર નીતીશ રાણા જે મધ્યમ ક્રમમાં બેટિંગ કરે છે. તે ભારતીય ક્રિકેટ ટીમનો પ્રથમ વર્ગનો ખેલાડી છે અને દિલ્હી માટે ઘરેલુ મેચ રમે છે. હાલમાં નીતીશ આઈપીએલની ટીમ કેકેઆરનો ખેલાડી છે. નીતિશ રાણા માટે આઈપીએલની પાછલી સિઝન સારી ન હોતી રહી. તે સમયે, તેણે 14 મેચોમાં 25.14 ની સામાન્ય એવરેજથી 254 રન બનાવ્યા હતા. રાણાએ તેની પૂરી આઇપીએલ કારકિર્દીમાં 60 મેચ રમી છે, જેમાં તેણે 28.17 ની એવરેજથી અને 135.56 નાં સ્ટ્રાઇક રેટથી 1437 રન બનાવ્યા છે.
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કે, ગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છે, બાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય, ચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ…
