Not Set/ રો-હિટ મેનની આંધીમાં ઉડયું ઇંગ્લેન્ડ, ભારતે શાનદાર જીત સાથે 2-1 થી સિરીઝ પર કર્યો કબ્જો 

બ્રિસ્ટોલ, ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે રમાઈ રહેલી ટી-20 સિરીઝની ત્રીજી અને અંતિમ મેચમાં વિરાટ બ્રિગેડે ઇંગ્લેન્ડને 7 વિકેટે હરાવી રોમાંચક વિજય મેળવ્યો છે. બ્રિસ્ટોલના કાઉન્ટી ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે રમાયેલી અંતિમ ટી-20માં સ્ફોટક ઓપનર બેટ્સમેન રોહિત શર્મા અને હાર્દિક પંડ્યાના ઓલરાઉન્ડર પ્રદર્શન સાથે ભારતીય ટીમે શાનદાર જીત મેળવી હતી . WINNERS! 😎#ENGvIND pic.twitter.com/W0HdELUpzw — BCCI (@BCCI) […]

Top Stories Trending Sports

બ્રિસ્ટોલ,

ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે રમાઈ રહેલી ટી-20 સિરીઝની ત્રીજી અને અંતિમ મેચમાં વિરાટ બ્રિગેડે ઇંગ્લેન્ડને 7 વિકેટે હરાવી રોમાંચક વિજય મેળવ્યો છે. બ્રિસ્ટોલના કાઉન્ટી ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે રમાયેલી અંતિમ ટી-20માં સ્ફોટક ઓપનર બેટ્સમેન રોહિત શર્મા અને હાર્દિક પંડ્યાના ઓલરાઉન્ડર પ્રદર્શન સાથે ભારતીય ટીમે શાનદાર જીત મેળવી હતી .

આ જીત સાથે ભારતીય ટીમે ત્રણ મેચની સિરીઝ 2-1થી જીતી લીધી છે, સાથે સાથે ટી- 20 ક્રિકેટમાં સતત છઠ્ઠી સિરીઝ પણ પોતાના નામે કરી છે.

ભારતના આ યાદગાર જીતના મુખ્ય હિરો ઓપનર બેટ્સમેન રોહિત શર્મા અને ઓલરાઉન્ડર ખેલાડી હાર્દિક પંડ્યા રહ્યા હતા.

રો-હિટ શર્માએ માત્ર 56 બોલમાં અણનમ 100 રન બનાવ્યા હતા. રોહિત શર્મએ સદી ફટકારતા 5 સિકસર અને 11 ફોર ફટકારી હતી અને આ 100 રનની મેચ વિનિંગ ઈનિંગ્સના કારણે મેન ઓફ ધ મેચ એવોર્ડ અપાયો હતો. જ્યારે હાર્દિક પંડ્યાએ પણ માત્ર 14 બોલમાં 33 રન બનાવ્યા હતા તેમજ 4 મહત્વપૂર્ણ વિકેટ પણ ઝડપી હતી.

ટોસ હારીને પ્રથમ બેટિંગ કરવા મેદાને ઉતરેલી યજમાન ઇંગ્લેન્ડની ટીમે 20 ઓવરમાં 9 વિકેટના નુકશાને 198 રનનો વિશાળ સ્કોર ખડકયો હતો. ઇંગ્લેન્ડ તરફથી ઓપનર બેટ્સમેન જેશન રોયે માત્ર 31 બોલમાં 7 સિકસર અને 4 ફોર સાથે 71 રનની તુફાની ઇનિંગ્સ રમી હતી.

જ્યારે વિકેટકીપર બેટ્સમેન જોસ બટલરે 34 અને એલેક્સ હેલ્સે 30 રન બનાવ્યા હતા. ભારત તરફથી હાર્દિક પંડ્યાએ 4 ઓવરમાં 38 રન આપી સૌથી વધુ 4 વિકેટ જ્યારે સિદ્ધાર્થ કોલે 2 વિકેટ ઝડપી હતી.

યજમાન ટીમ દ્વારા આપવામાં આવેલા 199 રનના ટાર્ગેટનો પીછો કરતા ભારતીય ટીમે આ સ્કોર 3 વિકેટ ગુમાવી 18.4 ઓવરમાં જ હાંસલ કર્યો હતો.

199 રનના લક્ષ્યનો પીછો કરતા ભારતની શરૂઆત ખરાબ રહી હતી અને ઓપનર બેટ્સમેન શિખર ધવન માત્ર 5 રન બનાવી આઉટ થયો હતો. જ્યારે પ્રથમ ટી-20 મેચનો હિરો કે એલ રાહુલ 19 રન બનાવી પેવેલિયનમાં ભેગો થયો હતો.

જો કે ત્યારબાદ સ્ફોટક ઓપનર બેટ્સમેન રોહિત શર્માએ ટીમનો એક છેડો સાચવી રાખી માત્ર 56 બોલમાં અણનમ સદી ફટકારી હતી. આ સાથે જ શર્માની ટી-20 ક્રિકેટમાં આ ત્રીજી સદી છે.

આ ઉપરાંત કેપ્ટન વિરાટ કોહલીએ 29 બોલમાં 43 રન બનાવ્યા હતા, જ્યારે મેચની અંતિમ ઓવરોમાં હાર્દિક પંડયાએ માત્ર 14 બોલમાં 4 ફોર અને 2 સિકસર સાથે 33 રનની તુફાની ઇનિંગ્સ રમી હતી. ઇંગ્લેન્ડની ટીમ તરફથી ડેવિડ વીલી અને જેક બોલે 1-1 વિકેટ ઝડપી હતી.