Not Set/ નિર્ભયા રેપ કેસ :આરોપીઓની ફાંસીની સજા પર સુપ્રિમ કોર્ટ આજે આપશે મહત્વનો ચુકાદો

દિલ્હી, દેશમાં બહુ ચર્ચિત નિર્ભયા ગેંગરેપ કેસમાં સુપ્રિમ કોર્ટ આજે મહત્વનો ચુકાદો આપી શકે છે. દિલ્હીમાં થયેલાં ગેંગરેપ કેસના ત્રણ દોષિતો મુકેશ, પવન ગુપ્તા અને વિનય શર્માને આપેલી ફાંસની સજા પર સુપ્રિમ કોર્ટ ચુકાદો આપી શકે છે. આ અગાઉ મે 2017માં સુપ્રિમ કોર્ટે ટ્રાયલ કોર્ટે આપેલી ફાંસીની સજા યથાવત રાખી હતી. ટ્રાલ કોર્ટ દ્રારા ફટકારવામાં […]

Top Stories

દિલ્હી,

દેશમાં બહુ ચર્ચિત નિર્ભયા ગેંગરેપ કેસમાં સુપ્રિમ કોર્ટ આજે મહત્વનો ચુકાદો આપી શકે છે. દિલ્હીમાં થયેલાં ગેંગરેપ કેસના ત્રણ દોષિતો મુકેશ, પવન ગુપ્તા અને વિનય શર્માને આપેલી ફાંસની સજા પર સુપ્રિમ કોર્ટ ચુકાદો આપી શકે છે. આ અગાઉ મે 2017માં સુપ્રિમ કોર્ટે ટ્રાયલ કોર્ટે આપેલી ફાંસીની સજા યથાવત રાખી હતી. ટ્રાલ કોર્ટ દ્રારા ફટકારવામાં આવેલી અને દિલ્હી હાઇકોર્ટે પણ માન્ય કરેલી ફાંસીની સજા સુપ્રિમ કોર્ટે પણ માન્ય રાખી હતી.

જો કે સુપ્રિમ કોર્ટના આ ચુકાદા સામે ત્રણ દોષિતોની પુનર્વિચાર અરજી પર આજે એટલે કે સોમવારે પોતાનો નિર્ણય સંભળાવશે. સુપ્રિમ કોર્ટનાના જસ્ટીસ દીપક મિશ્રા, જસ્ટીસ આર ભાનુમતિ અને જસ્ટીસ અશોક ભૂષણની પીઠે મુકેશ (29), પવન ગુપ્તા (22) અને વિનય શર્માની અરજીઓ પર સોમવારે પોતાનો નિર્ણય સંભળાવશે.

આ રેપ કેસના ચોથા આરોપી અક્ષયસિહે રિવ્યુ પીટીશન દાખલ કરી નથી.

સુપ્રીમ કોર્ટે પોતાના 2017ના નિર્ણયમાં દિલ્હી હાઈકોર્ટ અને નીચલી કોર્ટ દ્વારા 23 વર્ષીય પેરામેડિકલ વિદ્યાર્થીની સાથે 16 ડિસેમ્બર 2012ના રોજ ગેંગરેપ અને હત્યાના કેસમાં તેમણે સંભળાવવામાં આવેલી મોતની સજા યથાવત રાખી હતી.

ઉલ્લેખનીય છે કે નિર્ભયાની સાથે દક્ષિણી દિલ્હીમાં ચાલતી બસમાં 6 લોકોએ સામૂહિક બળાત્કાર કર્યો અને ગંભીર ઈજા પહોંચાડ્યા બાદ રસ્તા પર ફેંકી દીધી હતી. સિંગાપુરના માઉન્ટ એલિઝાબેથ હોસ્પિટલમાં 29 ડિસેમ્બર 2012ના રોજ સારવાર દરમ્યાન નિર્ભયાનું મોત થયું હતું.

નિર્ભયા પર રેપ કરનાર આરોપીઓમાંથી એક રામ સિંહે તિહાડ જેલમાં કથિત રીતે આત્મહત્યા કરી લીધી હતી. આરોપીઓમાં એક સગીરનો પણ સમાવશે થાય છે, તેણે કિશોર ન્યાયબોર્ડે દોષિત ઠેરવી ત્રણ વર્ષ માટે સુધાર ગૃહમાં રાખ્યા બાદ છોડી મૂક્યો હતો.