Not Set/ ગુજરાતી ફિલ્મ અભિનેત્રી મોનલ ગજ્જરની કારને અકસ્માત, કારનો કચ્ચરઘાણ, એક્ટ્રેસનો આબાદ બચાવ

અમદાવાદ, ગુજરાતી ફિલ્મ જગતની જાણીતી અભિનેત્રી મોનલ ગજ્જરની કારને રાજસ્થાનમાં અકસ્માત થયો છે.ગુજરાતી ફિલ્મ ‘થઇ જશે’ ફેઇમ હીરોઇન મોનલ ગજ્જરની કારને અમદાવાદ-ઉદયપુર હાઇવે પર અકસ્માત નડ્યો હતો.જો કે અકસ્માતમાં કોઇને જાનહાની થઇ નથી પરંતું કારનો કચ્ચરઘાણ નીકળી ગયો છે. સોમવારે સવારે થયેલાં અકસ્માતમાં મોનલ ગજજર તેના મિત્રો સાથે બર્થ ડે ઉજવણી કરીને પરત ફરી રહી […]

Top Stories

અમદાવાદ,

ગુજરાતી ફિલ્મ જગતની જાણીતી અભિનેત્રી મોનલ ગજ્જરની કારને રાજસ્થાનમાં અકસ્માત થયો છે.ગુજરાતી ફિલ્મ ‘થઇ જશે’ ફેઇમ હીરોઇન મોનલ ગજ્જરની કારને અમદાવાદ-ઉદયપુર હાઇવે પર અકસ્માત નડ્યો હતો.જો કે અકસ્માતમાં કોઇને જાનહાની થઇ નથી પરંતું કારનો કચ્ચરઘાણ નીકળી ગયો છે.

સોમવારે સવારે થયેલાં અકસ્માતમાં મોનલ ગજજર તેના મિત્રો સાથે બર્થ ડે ઉજવણી કરીને પરત ફરી રહી હતી ત્યારે ઉદેપુરથી અમદાવાદ આવતા તેની કારને અકસ્માત નડ્યો હતો.મોનલ ગજ્જરે ટ્વીટ કરીને આ અકસ્માત વિશે જાણકારી આપી હતી.મોનલે લખ્યું હતું કે ઉદેપુર હાઇવે પર અમને ખરાબ અકસ્માત નડ્યો હતો.સદનસીબે અમે લોકો સુરક્ષિત છીએ પરંતું મેં મારી બેબી કાર ખોઇ કાઢી છે.

https://twitter.com/Gajjarmonal/status/1016045396928483328

મોનલ ગજ્જરે ‘થઇ જશે’, ‘રેવા’ અને ‘આવ તારૂ કરી નાખું’ જેવી ફિલ્માં કામ કર્યું છે અને હવે તેની ‘ફેમિલિ સર્કસ’ નામની ફિલ્મ રીલીઝ થઇ રહી છે.