ઉત્તર પ્રદેશની બાગપત જિલ્લાની જેલમાં અન્ડરવર્લ્ડ ડોન પ્રેમ પ્રકાશ સિંહ ઉર્ફ મુન્ના બજરંગીની ગોળી મારીને હત્યા કરવામાં આવી છે. આ ઘટના બાદ જેલ પ્રશાસનમાં ભાગદોડ મચી ગઈ છે. મુન્ના બજરંગીની હત્યાના પાછળ વેસ્ટ યુપી અને ઉત્તરાખંડમાં સક્રિય સુનિલ રાઠીનો હાથ હોઈ શકે તેવું માનવામાં આવી રહ્યું છે.
સોમવારે ભૂતપૂર્વ બીએસપી ધારાસભ્ય લોકેશ દીક્ષિત પાસેથી ખંડણી માગણી કરવા માટે બાગપત કોર્ટમાં હાજર કરવાનો હતો. મુન્નાને રવિવારે ઝાંસીથી બાગપત લવાયો હતો. હાજરી પહેલા જ તેની જેલમાં જ ગોળી મારીને હત્યા કરાઈ છે.
ગેંગસ્ટર મુન્ના બજરંગીની હત્યાના મામલે યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે ન્યાયિક જાંચનો આદેશ આપ્યો છે, તેમણે કહ્યું કે, જેલ પરિસરની અંદર થનારી આવી ઘટના ખુબ જ ગંભીર વાત છે. જિમ્મેદાર લોકો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.
Ordered a judicial inquiry&suspension of the jailor. Such an incident occurring inside jail premises is a serious matter. Will conduct an in-depth investigation&strict action to be taken against those responsible:UP CM on Gangster Munna Bajrangi shot dead at District Jail Baghpat pic.twitter.com/A0yNzUUrgi
— ANI UP/Uttarakhand (@ANINewsUP) July 9, 2018
મુન્ના બજરંગનીની પત્ની સીમા સિંહે લખનઉમાં 10 દિવસ પહેલા જ પ્રેસ કોન્ફરન્સ કરીને તેની હત્યા થવાની આશંકા વ્યક્ત કરી હતી. સીમાએ કહ્યું હતું કે, ઝાંસીની જેલમાં બંધ માફિયા મુન્ના બજરંગીનું એન્કાઉન્ટર કરવાની કોશિશ થઇ રહી છે. એસટીએફમાં તૈનાત અધિકારીઓના ઇશારે આવું થવાનો આરોપ સીમાએ લગાવ્યો હતો.
અઢી વર્ષ પહેલા વિકાસનગરમાં પુષ્પજીત સિંહ અને ગોમતીનગરમાં થયેલી તારિક હત્યાકાંડમાં સામેલ શૂટરોને સત્તા અને પોલીસ અધિકારીઓ સુરક્ષા મળવાનો આરોપ પણ લગાવ્યો હતો. સીમા સિંહે મુન્ના બજરંગીને જેલમાંથી સ્થળાંતર કરવાની અપીલ પણ કરી હતી.
#WATCH Seema Singh, wife of Gangster Munna Bajrangi, says, "I want to tell UP CM Adityanath ji that my husband's life is in danger. A conspiracy is being hatched to kill him in a fake encounter." (29.06.18) pic.twitter.com/o2uCuePKJe
— ANI UP/Uttarakhand (@ANINewsUP) July 9, 2018
મુન્ના બજરંગીનો જન્મ 1967માં ઉત્તર પ્રદેશના જૌનપુર જિલ્લાના પુરેદયાલ ગામમાં થયો છે. તેમના પિતા પારસનાથ સિંહ તેને ભણાવી-ગણાવીને મોટો માણસ બનાવવાના સપના સેવતા હતા.
વર્ષ 2017માં બસપાના પૂર્વ વિધાયક લોકેશ દીક્ષિત પાસેથી મુન્ના બજરંગી અને સુલ્તીને ખંડણી માંગી હતી. સાથે જાનથી મારી નાખવાની પણ ધમકી આપી હતી. આ જ કેસમાં આજ તેમની કોર્ટમાં પેશી હતી, રવિવારે સુવારે ઝાંસી જેમાંથી લાવીને તેને રાતે 9 વાગે બાગપત જેલમાં શિફ્ટ કર્યો હતો.
