Ambalal forecast/ ગુજરાતમાં ચોમાસુ 26 જુનથીઃ અંબાલાલની આગાહી

હવામાન વિભાગે ગુજરાતમાં વાવાઝોડાની અસર શાંત થતા ભારે વરસાદની કોઈ ચેતવણી આગામી દિવસો માટે આપી નથી પરંતુ રાજ્યના કેટલાગ ભાગોમાં હળવાથી ગાજવીજ સાથેનો વરસાદ રહેવાની સંભાવનાઓ છે.

Top Stories Gujarat

હવામાન વિભાગે ગુજરાતમાં વાવાઝોડાની અસર Ambalal Forecast શાંત થતા ભારે વરસાદની કોઈ ચેતવણી આગામી દિવસો માટે આપી નથી પરંતુ રાજ્યના કેટલાક ભાગોમાં હળવાથી ગાજવીજ સાથેનો વરસાદ રહેવાની સંભાવનાઓ છે. જોકે, હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આ મહિનાના અંતમાં 26 જુનથી ચોમાસાની એન્ટ્રીની અને ગાજવીજ સાથે તોફાની વરસાદ થવાની શક્યતાઓ વ્યક્ત કરી છે

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે ગુજરાત માટે મોટી Ambalal Forecast આગાહી કરતા જણાવ્યું છે કે 27થી 30 જુન સુધીમાં દક્ષિણ ગુજરાતના ભાગોમાં અતિભારે વરસાદ થવાની શક્યતાઓ છે. જેનાથી નર્મદા અને તાપીના જળસ્તરમાં વધારો થઈ શકે છે, જેના કારણે પાણીની સમસ્યા દૂર થઈ શકે છે. બંધમાં પાણીની આવક વધશે, જળાશયો છલકાશે.

દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં પણ વરસાદ થવાની Ambalal Forecast શક્યતાઓ રહેલી છે. ગુજરાતમાં પાણીની સમસ્યા ભારે વરસાદ બાદ હલ થઈ શકે છે. આ ઉપરાંત સૌરાષ્ટ્રના ડેમોમાં પણ પાણીની આવક થશે, ઉત્તર ગુજરાતના ભાગોમાં પણ પાણીની આવક થશે. એટલે 27થી 30 જૂન દરમિયાન ગુજરાતમં જબરજસ્ત વરસાદનું વહન આવી રહ્યું છે.
જૂલાઈ માસ અંગે આગાહી કરીને તેમણે જણાવ્યું કે, માસની શરુઆત સુધીમાં સાબરમતીમાં પણ પાણીનો આવરો આવવાની શક્યતા રહેશે. ઓગસ્ટની શરુઆતમાં પણ તાપી નદીના જળસ્તરમાં વધારો થવાની શક્યતાઓ રહેલી છે.

20 અને 21 તારીખે હવામાન વિભાગે દક્ષિણ ગુજરાતના Ambalal Forecast નવસારી, વલસાડ અને દમણ, દાદરા નગર હવેલી તથા સૌરાષ્ટ્રના અમરેલી અને ગીર સોમનાથમાં વરસાદની સંભાવના વ્યક્ત કરી છે. બન્ને દિવસ દરમિયાન આ ભાગોમાં વરસાદ થવાની સંભવાનાઓ છે.

22મી જૂને વરસાદ થવાની સંભાવના કરવામાં આવી Ambalal Forecast છે તેમાં કેટલાક વધુ વિસ્તારો ઉમેરાયા છે. આ દિવસે સુરત, ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી અને સૌરાષ્ટ્રના અમરેલી અને ગીર સોમનાથમાં હળવો વરસાદ થવાની શક્યતાઓ છે.

 

આ પણ વાંચોઃ Biparjoyaftereffects/ બનાસકાંઠામાં ભારે વરસાદના લીધે બેના મોત

આ પણ વાંચોઃ આગાહી/ હવામાન વિભાગે હિટવેવને લઇને આ રાજ્યો માટે કરી આ મોટી આગાહી,જાણો

આ પણ વાંચોઃ વિવાદ/ કાઠમંડુના મેયરે તમામ ભારતીય ફિલ્મો પર મૂક્યો પ્રતિબંધ,ફિલ્મમાંથી આ લાઇન દૂર કરવાની કરી માંગ

આ પણ વાંચોઃ ધરપકડ/ મુંબઈ બ્લાસ્ટના મોસ્ટ વોન્ટેડ આતંકવાદી બશીરની કેનેડામાં ધરપકડ,હવે ભારત લાવવામાં આવશે

આ પણ વાંચોઃ Biparjoy/વાવાઝોડાના લીધે અમદાવાદની ખારીકટ કેનાલના કોન્ટ્રાક્ટરોની હાલત કેમ ‘ખારી’ થઈ?