બિપરજોય વાવાઝોડાએ ફક્ત કચ્છની જ મુસીબત Kharikat Canal વધારી હતી તેવું ન હતુ, વાવાઝોડાએ અમદાવાદની ખારીકટ કેનાલનો કોન્ટ્રાક્ટ લેનારા કોન્ટ્રાક્ટરોની હાલત ખરાબ કરી નાખી હતી. તેના લીધે 1,200 કરોડના ખારીકટ કેનાલ ડેવલપમેન્ટ પ્રોજેક્ટની કામગીરી કરી રહેલા કોન્ટ્રાક્ટરોને ભારે હાલાકીનો સામનો કરવો પ્ડયો હતો. વાવાઝોડાના પગલે ભરાયેલું પાણી કેનાલમાં ખાલી કરવાનું હોવાથી કોન્ટ્રાક્ટરોને કેનાલ ખાલી કરવા કહેવાયું હતું, જયારે કોન્ટ્રાક્ટરોએ કેનાલને માટીથી ભરી દીધી હતી. તેના પગલે કોન્ટ્રાક્ટરોએ યુદ્ધના ધોરણે કામગીરી આદરતા કેનાલની માટી કાઢી ચેનલ ખાલી કરાવવા અવિરત ચોવીસ કલાક કામ કર્યુ હતુ. આ માટે બુલડોઝર અને ટ્રકોનો ઉપયોગ કર્યો હતો.
જુલાઈ 2022માં રિડેવલપમેન્ટના કામનો કુલ 1,200 કરોડ રૂપિયાનો Kharikat Canal કોન્ટ્રાક્ટ પાંચ પેકેજમાં આપવામાં આવ્યો હતો. જેમાંથી 600 કરોડ રૂપિયા સિંચાઈ વિભાગ દ્વારા ફાળવવામાં આવી રહ્યા છે, જ્યારે બાકીનો ખર્ચ AMC ઉઠાવે છે.
નરોડા સ્મશાનગૃહથી વિંઝોલ સુધીની કુલ 22 કિલોમીટર Kharikat Canal લંબાઈમાંથી 12,760 મીટર લંબાઈને આવરી લેતા કેનાલના રિડેવલપમેન્ટનું કામ ઓક્ટોબર 2022માં શરૂ થયું હતું. આ પ્રોજેક્ટના ભાગરૂપે કેનાલની મધ્યમાં બે પ્રીકાસ્ટ બોક્સ અને બે આરસીસી સ્ટોર્મવોટર બોક્સ બનાવવાના છે. આ પ્રોજેક્ટમાં ડ્રેનેજ પાઇપલાઇન તેમજ ટ્રાન્સપોર્ટની સુવિધા માટે 30 મીટર પહોળો રોડ અને સ્ટ્રીટલાઇટ નાખવાનો સમાવેશ થાય છે. આ પ્રોજેક્ટ 24 મહિનામાં પૂર્ણ થવાની સંભાવના છે. 10,000 હેક્ટરથી વધારે વિસ્તારમાં સિંચાઈનું પાણી પુરી પાડતી કેનાલ માટે આ મહત્વનો પ્રોજેક્ટ છે.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (એએમસી)ના Kharikat Canal એક સિનિયર અધિકારીએ જણાવ્યું હતું કે કેનાલની બંને બાજુનો રસ્તો એટલો પહોળો ન હતો કે પ્રોજેક્ટ માટે મશીનરી રાખી શકાય. કોન્ટ્રાક્ટરોએ મશીનરી રાખવા માટે કેનાલમાં માટી નાખવી પડી હતી. જોકે કોન્ટ્રાક્ટમાં એક શરત એવી હતી કે જો સિંચાઈ વિભાગને પૂરનું વધારાનું પાણી છોડવા માટે જરૂર પડશે તો કોન્ટ્રાકટરોએ માટી અને મશીનરીને દૂર કરવી પડશે. જેના પગલે કોન્ટ્રાક્ટરોએ 7,700 ટ્રક ભરીને માટી કાઢી નાખી હતી અને કેનાલ સાફ કરી હતી.
આ પણ વાંચોઃ Cyclone Biparjoy/ વાવાઝોડાની કચ્છમાં તબાહી પછી રાજસ્થાનમાં બરબાદીઃ સાંચોરમાં ડેમ તૂટ્યો
આ પણ વાંચોઃ Boat Accident/ ગ્રીસમાં બોટ ઊંધી વળતા 300 પાક માઇગ્રન્ટ્સના મોત
આ પણ વાંચોઃ રથયાત્રા/ 146મી રથયાત્રાના નિમિતે ભગવાન જગન્નાથની આજે નેત્રોત્સવ વિધિ, તૈયારી પૂર જોશથી
આ પણ વાંચોઃ અંબાજી/ વાવાઝોડાના લીધે અંબાજીમાં લોકોના ઘરોમાં વરસાદી પાણી ઘૂસ્યા
આ પણ વાંચોઃ Solar Plant/ વાવાઝોડાના લીધે સોલર પ્લાન્ટ સંપૂર્ણપણે બરબાદ
