રથયાત્રા/ 146મી રથયાત્રાના નિમિતે ભગવાન જગન્નાથની આજે નેત્રોત્સવ વિધિ, તૈયારી પૂર જોશથી

46મી રથયાત્રાના નિમિતે ભગવાન જગન્નાથની આજે નેત્રોત્સવ વિધિ કરવામાં આવી હતી. 15 દિવસ બાદ ભગવાન મામાના ઘરેથી પધાર્યા

Top Stories Ahmedabad Gujarat
Rathyatra

અષાઢી બીજના દિવસે અમદાવાદમાંથી ભગવાન જગન્નાથજીની 146મી રથયાત્રા નીકળવાની છે. 146મી રથયાત્રાના નિમિતે ભગવાન જગન્નાથની આજે નેત્રોત્સવ વિધિ કરવામાં આવી હતી. 15 દિવસ બાદ ભગવાન મામાના ઘરેથી પધાર્યા છે. ભગવાન પરત ફરતા જ ભક્તો મંદિરે ઉમટી પડ્યા હતા. નેત્રોત્સવની વૈદિક મંત્રોચ્ચાર સાથે પૂજા કરવામાં આવી. ભગવાનને આંખો આવી જતા તેમને પાટા બાંધી દેવામાં આવશે. ત્યારબાદ ધ્વજા રોહણ વિધિ કરવામાં આવશે અને આ સાથે જ મંદિરમાં સાધુ સંતો માટે ભંડારો યોજાશે.

રથયાત્રાના સમગ્ર રૂટ પર પોલીસે શનિવારે પહેલું ગ્રાન્ડ રિહર્સલ કર્યું હતું. પોલીસ કમિશનરે રૂટનું નિરીક્ષણ કરીને કેટલાક સૂચનો, આદેશો આપ્યા હતા. અમદાવાદમાં કોઈ અનિચ્છનિય બનાવ ન બને તે માટે સંવેદનશીલ વિસ્તારોમાં ખાસ સર્વેલન્સ રાખવામાં આવી રહ્યું છે. રાઉન્ડ ધ ક્લોક બંદોબસ્ત ગોઠવાયો છે.

15 તારીખ ની ગુરુવારે સવારે 7:30 વાગે ભગવાન જગન્નાથજીની શોભા યાત્રા નીકળશે યજમાન દ્વારા આ શોભાયાત્રા ધામધૂમથી યોજાશે ત્યારબાદ મામેરાના દર્શન નો લાહવો ભક્તો લઈ શકશે .. જન સેવા ટ્રસ્ટના ઘનશ્યામભાઈ પટેલ ને મામેરુ કરવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયુ છે ત્યારે ભગવાનના મામેરામાં કોઈપણ જાતની કચાસ ના રહે તે માટે થઈને તેઓએ તળાવમાં તૈયારીઓ હાથ ધરી છે જેમાં આ વખતે ભગવાન જગન્નાથજીનું મામેરુ જ્યાં દર્શનાર્થે મૂકવામાં આવશે ત્યાં એક મહેલ ઉભો કરવામાં આવ્યો છે આ શાહી મહેલ થર્મોકોલ ની થીમ પર બનાવવામાં આવ્યો છે જેમાં ગામડા નીં થીમ રાખવામાં આવી છે સાથે મિરર વર્ક પણ કરવામાં આવ્યું છે  યજમાન મામાં જ્યારે ભાણેજ પોતાના  દ્વારે આવે છે ત્યારે તેમના સ્વાગતમાં કોઈ પણ જાતની કચાસ ના રહે તે માટે થઈને તમામ તૈયારીઓ કરી છે જેમાં 14 તારીખે રાત્રે સાત વાગે ગરબા ની રમઝટ થશે 7:30 એ સવારે શોભાયાત્રા યોજાશે સાથે જ બપોરે ભક્તો માટે જમણવારનો પણ આયોજન કરવામાં આવ્યું છે અને રાત્રે ભજન મંડળી આખી રાત ભજન કીર્તન કરશે આ સાથે જ અને તારીખ 15 અને 16 મી એ ભગવાનનું મામેરુ થશે જેમાં દર્શન ગુરૂવાર અને શુક્રવાર કરી શકાશે જગતના નાથ ને મામેરા માં સોનાના અલંકારો… આભૂષણો વિશેષ વસ્ત્રો મુગટ પાઘડી એક થી એક ચડિયાતા શણગાર ઝવેરાતથી ભાણેજ ને લાડ લડાવવામાં આવશે

આ પણ વાંચો:વાવાઝોડાથી ચોરોને થયો ફાયદો, ઇડરમાં 11 દુકાનોમાં ત્રાટક્યા તસ્કરો, મંદિરમાં પણ કરી ચોરી

આ પણ વાંચો:બનાસકાંઠા થયું જળબંબાકાર, ભારે પવન અને વરસાદના કારણે ઠેર-ઠેર ભરાયા પાણી અનેક વૃક્ષો ધરાશાયી

આ પણ વાંચો:ગુજરાતમાં ચોમાસાની વિધિવત શરૂઆત ક્યારે થશે, અંબાલાલ પટેલે કરી આ મોટી આગાહી

આ પણ વાંચો:ડાયમંડ સિટી સુરતમાં સાઇબર ક્રાઇમની ઘટનામાં સતત વધારો, ઈસમે યુવતીની સગાઈ તોડવા કર્યું એવું કે..