Not Set/ રાજકોટ: આજી નદી પાસેથી બાળકીના અપહરણનો પ્રયાસ કરનાર ઝડપાયો

રાજકોટ રાજકોટના 80 ફૂટ રોડ પર બાળકીના અપહરણનો પ્રયાસ કરનાર યુવકને પોલીસે ઝડપી લીધો છે. થોરાળા પોલીસે આરોપી યુવકને ઝડપી લઈને તેની સામે અપહરણનો ગુનો નોંધ્યો છે. મૂળ છોટા ઉદેપુરનો વતની અને છેલ્લા ઘણા સમયથી પરિવાર સાથે રહી રાજકોટમાં મજૂરી કામ કરતા ચીલીયા રાઠવા નામના શખ્સે આજી નદીના કાંઠે 3 વર્ષની માસુમ બાળકીના અપહરણ નો […]

Top Stories Gujarat Trending
dsaad 1 રાજકોટ: આજી નદી પાસેથી બાળકીના અપહરણનો પ્રયાસ કરનાર ઝડપાયો

રાજકોટ

રાજકોટના 80 ફૂટ રોડ પર બાળકીના અપહરણનો પ્રયાસ કરનાર યુવકને પોલીસે ઝડપી લીધો છે. થોરાળા પોલીસે આરોપી યુવકને ઝડપી લઈને તેની સામે અપહરણનો ગુનો નોંધ્યો છે.

મૂળ છોટા ઉદેપુરનો વતની અને છેલ્લા ઘણા સમયથી પરિવાર સાથે રહી રાજકોટમાં મજૂરી કામ કરતા ચીલીયા રાઠવા નામના શખ્સે આજી નદીના કાંઠે 3 વર્ષની માસુમ બાળકીના અપહરણ નો પ્રયાસ કર્યો હતો.

જો કે એ સમયે આસપાસના લોકો જોઈ લેતા તેને પકડીને ઢોર માર માર્યો હતો. ત્યાર બાદ પોલીસને સોપ્યો હતો. પોલીસે તેને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડયો હતો. બાળકીની માતા એ થોરાળા પોલીસ મથકમાં યુવક વિરુધ્ધ અપહરણની ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપી ચીલીયાની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

જો કે આરોપી યુવક પોતે નિર્દોષ હોવાનું રટણ કરી રહ્યો છે. પરંતુ ઘટનાસ્થળની નજીકમાં રહેલા મંદિરના પૂજારીએ યુવકને અપહરણ કરતા નજરે જોયો હોવાથી પોલીસે પૂજારીનું નિવેદન નોંધી તપાસ શરૂ કરી છે.

આ ઉપરાંત પૂછપરછ હાથ ધરી છે. જો કે તપાસમાં આ શખ્સ બાળકોની અપહરણ કરનાર ગેંગનો ન હોવાનું પોલીસ તપાસ મા સામે આવ્યું છે. આ ઉપરાંત પોલીસે પણ આવી કોઈ અફવા પર ધ્યાન ન આપીને લોકોને કાયદો હાથમાં ન લેવા માટે પોલીસે લોકોને અપીલ કરી છે.