Not Set/ કોરોનાથી મૃત્યુ પામેલા પરિવારજનોને કેન્દ્ર કરશે આર્થિક સહાય, 15 નવેમ્બરથી થશે પ્રારંભ

સુપ્રીમ કોર્ટે 50 હજાર રૂપિયા ચૂકવવા માટે કેન્દ્રને જણાવ્યું છે. કોરોનાથી મૃત્યુ પામેલા નાગરિકોનું સર્ટિફિકેટ ફરજિયાત કરવામાં આવ્યું છે. આ આર્થિક મદદ અન્ય કલ્યાણ યોજનાઓથી અલગ હશે.

Top Stories India
કોરોનાના દર્દીઓને આર્થિક સહાય

દેશમાં કોરોનાએ પહેલી લહેર અને બીજી લહેર દરમિયાન હાહાકાર મચાવ્યો છે. કોરોનાની બંને લહેર દરમિયાન ઘણા લોકોએ પોતાના સ્વજનને ગુમાવવાનો વારો આવ્યો છે.  કેન્દ્ર સરકાર દ્વારા તેમના કોરોનામાં મૃત્યુ પામેલા મૃતકોના સ્વજનોને આર્થિક સહાય આપવાની જાહેરાત કરી છે. કેન્દ્ર સરકાર આ સહાય માટે 15 નવેમ્બરથી ફોર્મ ભરવાની પ્રક્રિયા શરુ કરશે. આ મુદ્દે સુપ્રીમ કોર્ટ દ્વારા પણ મંજૂરી આપી દેવામાં આવી છે.

સુપ્રીમ કોર્ટે 50 હજાર રૂપિયા ચૂકવવા માટે કેન્દ્રને જણાવ્યું છે. કોરોનાથી મૃત્યુ પામેલા નાગરિકોનું સર્ટિફિકેટ ફરજિયાત કરવામાં આવ્યું છે. આ આર્થિક મદદ અન્ય કલ્યાણ યોજનાઓથી અલગ હશે. રાજ્યના ઈમરજન્સી ફંડમાંથી આપવામાં આવશે અને પરિવારજનોના દાવા બાદ 30 દિવસની અંદર સહાય મળી જશે.

ગુજરાતમાં કોરોનાના કારણે મૃત્યુ પામેલા નાગરિકોના પરિવારજનોને વળતર આપવા ગુજરાત સરકારે વળતર યોજના રૂ. 50 હજાર સહાય આપવાની જાહેરાત કરી છે. સુપ્રીમ કોર્ટના આદેશ બાદ ગુજરાતસરકારે આ જાહેરાત કરી છે. પરંતુ રાજ્યમાં કોરોના કારણ મૃત્યુ પામેલા દર્દીના પરિવારને આપવામાં આવેલાં ડેથ પ્રમાણપત્રમાં દર્દીના મૃત્યુનું કારણ ( કોઝ ઓફ ડેથ) મહદઅંશે સરકારી હોસ્પિટલના સત્તાધીશોએ સ્પષ્ટ દર્શાવ્યું નથી. દરમિયાન હવે મોડે-મોડે પણ સરકારે આ અંગે સમિતિની રચના કરી મૃતકના પરિવારજનોને સહાય ચૂકવવાની પ્રક્રિયા શરૂ કરવાનો નિર્ણય કર્યો છે.

મૃતક દર્દીની સારવાર જે તબીબે કરી હોય તે તબીબો આ પ્રમાણપત્ર આપવા માન્ય કરવામાં આવ્યા છે. સરકારની સહાય મેળવવા ઇચ્છતાં પરિવારજનો માટે કયા વિસ્તારમાં મૃત્યુના પ્રમાણપત્રની નકલ માન્ય કરવા કયા અધિકારીને માન્ય કરાયા તે અંગેની વિગત જાહેર કરવામાં આવી છે.

કોરોના હવે નિયંત્રણમાં આવતો જાય છે. દરમિયાન કોરોના કારણ અનેક પરિવારોએ મોભી ગુમાવ્યા છે.પરિણામે પરિવાર આર્થિક રીતે ભારે નાણાંભીડ અનુભવી રહ્યા છે. ત્યારે હવે સરકાર નિયુક્ત સમિતિ વહેલીતકે પરિવારજનોને સહાય ચૂકવે એ જ કોરોના કારણ મૃતકને સાચ અર્થમાં આદરાંજલિ અર્પણ કરી કહેવાશે.

 

કોણ આપી શકશે સર્ટિફિકેટ?

                     સ્વૈચ્છિક સંસ્થા   –     કયા અધિકારી

  • મહાનગરપાલિકા        – રજિસ્ટ્રાર અને તબીબી અધિકારી
  • નગરપાલિકા            – રજિસ્ટ્રાર અને નગરપાલિકાના મુખ્યઅધિકારી
  • ગ્રામ્યકક્ષાએ             – રજિસ્ટ્રાર અને તલાટી-કમ-મંત્રી
  • કેન્ટોનમેન્ટ બોર્ડ         – રજિસ્ટ્રાર અને મુખ્યકારોબારી અધિકારી
  • નિર્દિષ્ટ ઔદ્યોગિક વિસ્તાર- રજિસ્ટ્રાર અને મુખ્ય અધિકારી
  • જંગલ વિસ્તાર          – રજિસ્ટ્રાર અને રેન્જ ફોરેસ્ટ ઓફિસર