રાજકોટ/ જિલ્લાના ઉકરડા ગામે એક સાથે 500 લોકોના હાથ પગ ઝકડાયા,નવા પ્રકારના રોગને લઈને વિસ્તારમાં ફફડાટ વ્યાપી ગયો

હાલ ગામમાં 90% લોકો આ બીમારીથી પીડાય છે. જેમાં સાંધામાં એટલો અસહ્ય દુખાવો થાય છે કે. દર્દી બેડ પરથી ઉભો નથી થઇ શકતો. આ બીમારીના કારણે ઘરે ધરે આ આ રોગના દર્દી જોવા મળી રહ્યાં છે

Gujarat Rajkot
Untitled 103 જિલ્લાના ઉકરડા ગામે એક સાથે 500 લોકોના હાથ પગ ઝકડાયા,નવા પ્રકારના રોગને લઈને વિસ્તારમાં ફફડાટ વ્યાપી ગયો

ગુજરાતમાં હાલ  કોરોના કેસ  નહીવત જોવા મળી રહ્યો છે . મોટાભાગના લોકો કોરોના રસીથી સુરક્ષિત થતા લોકોમાં  કોરોના નું  જોખમ ઓછુ  જોવા  મળી રહ્પયું છે  . ત્યારે વધુ  એક કેસે  ભરડો લીધો છે. રાજકોટ જિલ્લાના પડધરી તાલુકાના ઉકરડા ગામે છેલ્લા છેલ્લા 2 મહિનાથી 90 % ગ્રામજનોના હાથ પગના સાંધાનો દુખાવો અનુભવી રહ્યા છે. આ મુદ્દે ગ્રામજનોએ આરોગ્ય વિભાગ પર આક્ષેપ કર્યો છે કે તેઓ ક્યા રોગથી પીડાઈ રહ્યા છે એ અંગે આરોગ્ય વિભાગ નક્કી નથી કરી શક્યું . આ રોગનું તારણ અને મારાણ શોધવામાં જિલ્લા આરોગ્ય વિભાગ  પણ જવાબ આપી રહી નથી.

આ પણ વાંચો ;OMG! / સોશિયલ મીડિયામાં કેન્સર સમયનો ફોટો શેર કરતા મનીષા કોઈરાલાએ કહી તેની આપબીતી

રાજકોટના પડધરી તાલુકાના ઉકરડા ગામમાં સતત આ કેસમાં વધારો થઇ રહ્યો છે. લોકોની એક જ સમાન ફરિયાદ જોવા મળી રહી છે. ચિકનગુનિયા જેવા રોગોમાં સખત તાવ સાથે સાંધામાં દુખાવાની ફરિયાદ જોવા મળી રહી છે. મહત્વપૂર્ણ વાત તો એ છે કે ચિકનગુનિયાનો રિપોર્ટ નેગેટિઆવવા છતાં પણ આ લક્ષણો દેખાતા આ રોગ શું છે તે સવાલ થવો સ્વાભાવિક છે. ગામના લોકોનું કહેવું છે કે, હાલ ગામમાં 90% લોકો આ બીમારીથી પીડાય છે. જેમાં સાંધામાં એટલો અસહ્ય દુખાવો થાય છે કે. દર્દી બેડ પરથી ઉભો નથી થઇ શકતો. આ બીમારીના કારણે ઘરે ધરે આ આ રોગના દર્દી જોવા મળી રહ્યાં છે.

આ પણ વાંચો ;તપાસ / CBI સુશાંત સિંહના ડિલીટ કરાયેલા ચેટ-ઇમેલની પણ તપાસ કરશે,અમેરિકાની માંગી મદદ

દર્દીને એસ્પિરિન સિવાયની દર્દશામક દવા અપાય છે અને મુખ્ય બે સલાહ તબીબો અચૂક આપતા હોય છે, (1) દર્દીએ મહત્તમ પ્રવાહી લેવું, પાણી પીવું અને (2) પૂરતો આરામ કરવો. આ સિવાય દુખાવો થાય તો તેની અને તાવ આવે તો પેરાસિટામોલ જેવી દવા જ અપાતી હોય છે. ગંભીર સ્થિતિમાં પણ લક્ષણો મૂજબ હોસ્પિટલમાં સારવાર કરાય છે. કોરોના ન થાય કે થાય તો ગંભીર લક્ષણો ન થાય તે માટે રસી શોધાઈ ગઈ અને રાજકોટ સહિત રાજ્યના અનેક શહેરોમાં 100 ટકાને અપાઈ ગઈ છે પરંતુ,ડેન્ગ્યુની કોઈ રસી હજુ શોધાઈ નથી.

આ પણ વાંચો ;અમિતાભે પરિવાર સાથે ઉજવી દિવાળી / અમિતાભ બચ્ચને ઐશ્વર્યા રાય સહિત પરિવારનો ફોટો કર્યો પોસ્ટ, વાઈરલ થઇ તસવીર