Viral Video/ સેલ્ફી લેવા આવેલા યુવક પર બગડ્યા સલ્લુભાઈ, વાયરલ થયો Video

સલમાન ખાન બોલિવૂડનો સુપરસ્ટાર છે, જેની એક ઝલક મેળવવા માટે લોકો આતુર હોય છે. સલમાન જ્યાં પણ જાય છે ત્યાં ભારે ભીડ જોવા મળે છે. જો કે સલ્લુ ભાઈ તેમના ચાહકોને ખૂબ જ પ્રેમ કરે છે અને તેમની સાથે ખૂબ જ પ્રેમથી વર્તે છે.

Entertainment
સલમાન ખાન

બોલિવૂડ સુપરસ્ટાર સલમાન ખાનની ફેન ફોલોઈંગ કેટલી છે તે કહેવાની જરૂર નથી. બધા ચાહકો તેની એક ઝલક મેળવવા માટે ભેગા થાય છે. સલમાન ખાનને પણ તેના ચાહકોનાં આ પ્રેમ માટે ઘણું માન છે પણ કેટલીકવાર ચાહકો સાથે તેમનું વર્તન પણ ખૂબ ચર્ચામાં રહે છે. ફરી એકવાર સલમાન ખાન ફેન્સ સાથેનાં વર્તનને લઈને ચર્ચામાં છે.

આ પણ વાંચો – OMG! / સોશિયલ મીડિયામાં કેન્સર સમયનો ફોટો શેર કરતા મનીષા કોઈરાલાએ કહી તેની આપબીતી

સલમાન ખાન બોલિવૂડનો સુપરસ્ટાર છે, જેની એક ઝલક મેળવવા માટે લોકો આતુર હોય છે. સલમાન જ્યાં પણ જાય છે ત્યાં ભારે ભીડ જોવા મળે છે. જો કે સલ્લુ ભાઈ તેમના ચાહકોને ખૂબ જ પ્રેમ કરે છે અને તેમની સાથે ખૂબ જ પ્રેમથી વર્તે છે, પરંતુ સલમાન ખાનનો એક લેટેસ્ટ વીડિયો સામે આવ્યો છે, જેમાં તે સેલ્ફી લેવા આવેલા એક ફેન પર ગુસ્સાથી બોલતા જોવા મળે છે. આ દરમિયાન સલમાન ખાનનું વર્તન એકદમ અસભ્ય દેખાઇ રહ્યુ હતું. ફેન્સ સાથે સલમાન ખાનનો આ વીડિયો ફોટોગ્રાફર વિરલ ભિયાણીએ તેના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કર્યો છે. વીડિયોમાં સલમાન ખાન તેની કાર પાસે ઉભો જોવા મળે છે અને ચાહકોથી ઘેરાયેલો છે. આવી સ્થિતિમાં એક ચાહક તેની પાસે સેલ્ફી લેવા માટે આવે છે. જેને સલમાન ખાન વારંવાર નકારે છે. આ વીડિયો આવતાની સાથે જ તે સોશિયલ મીડિયા પર વાયરલ થવા લાગ્યો છે, જેના પર લોકોની અલગ-અલગ પ્રતિક્રિયાઓ જોવા મળી રહી છે. વીડિયોમાં જોઈ શકાય છે કે સલમાન ખાન તેની કાર પાસે ઉભો છે અને તેની આસપાસ લોકો ઉભા છે. જ્યારે એક ફેન સલમાન ખાન પાસે આવે છે અને તેની સાથે સેલ્ફી લેવાનો પ્રયત્ન કરે છે, ત્યારે તે તેને હાથથી ઈશારો કરે છે અને તેને તેનાથી દૂર જવાનું કહે છે. આ દરમિયાન સલમાનનું વલણ જોવા જેવું હોય છે. આ વીડિયો સામે આવતા જ લોકોની પ્રતિક્રિયાઓ પણ આવવા લાગી છે. આ વીડિયોને થોડા જ સમયમાં 3 લાખથી વધુ વ્યૂઝ મળ્યા છે.

Instagram will load in the frontend.

આ પણ વાંચો – અમિતાભે પરિવાર સાથે ઉજવી દિવાળી / અમિતાભ બચ્ચને ઐશ્વર્યા રાય સહિત પરિવારનો ફોટો કર્યો પોસ્ટ, વાઈરલ થઇ તસવીર

આ દરમિયાન સલમાન ખાનને જોઈને કહી શકાય કે તેને આ રીતે ફેન્સની સેલ્ફી લેવાની રીત પસંદ નથી. અભિનેતાનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. અભિનેતાનાં ચાહકો અને તમામ સોશિયલ મીડિયા યુઝર્સ તેના વીડિયો પર પોતાનો પ્રતિભાવ આપી રહ્યા છે. સલમાન ખાનનાં આ વીડિયો પર લોકોએ મિશ્ર કોમેન્ટ કરી છે. વીડિયો પર કોમેન્ટ કરતાં એક સોશિયલ મીડિયા યુઝરે લખ્યું, ‘ભાઈ ને ખબર નહી કઇ વાતની અકડ છે’. તો અન્ય એક ફેને લખ્યું છે, ‘મેગાસ્ટાર’. વળી, અન્ય એક ચાહકે લખ્યું, ‘સલમાન ભાઈથી 2 ગઝની દૂરી પે રહે ભાઈ’. ઉલ્લેખનીય છે કે, આ સમયે સલમાન ખાન બિગ બોસ 15 હોસ્ટ કરતો જોવા મળી રહ્યો છે.