બીગ બોસ ઓટીટી 3 છેલ્લા કેટલાક સમયથી ચર્ચામાં છે. અને આ શો તેના ચાહકોનું ધ્યાન ખેચે છે. દરરોજ સલમાન ખાનની શો સાથે જોડાયેલી અવી અપડેટ સામે આવી છે. જે બાદ તેમના ચાહકો વિચારમાં મુકાઈ જાય છે . ક્યારેક સોશિયલ મિડીયામાં નિરાશા છવાઇ જાય તો ક્યારેક ચાહકોની ઉત્તેજના પણ વધી જાય છે. અત્યાર સુધી એ બાબત પર સવાલ ઉઠી રહ્યા છે કે બીગ બોસ ઓટીટીની ત્રીજી સીઝન આવશે કે નહી.
ક્યારે આવશે બીગ બોસ ઓટીટીની ત્રીજી સિઝન
હાલમાં મેકર્સે ઓફીશિયલ સ્ટેટમેન્ટ જાહેર કર્યુ છે જે બાદ ચાહકોની સમસ્યાનું નિરાકરણ આવ્યુ છે. તેમને જણાવ્યુ છે કે બીગ બોસની ત્રીજી સીઝન આવશે. આ પોસ્ટને જોઇને ચાહકો ખુશ થાય એે પહેલા મેકર્સે પોસ્ટ ડિલીટ કરી દીઘી હતી. જે બાદ ફરી ચાહકોના દિલના ધબકારા વધી ગયા છે. ત્યાર બાદ શોની ગ્રેંડ પ્રીમિયમ ડેટને લઇને રિપોર્ટ સામે આવ્યો છે. એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે આ શો 15 મે થી પ્રસારીત થશે.
View this post on Instagram
શોમાં પૂર્વ સ્પર્ધકો જોવા મળશે
એક એવો રિપોર્ટ સામે આવ્યો છે જે સાંભળીને ચાહકોને દુ: ખ લાગી શકે છે. આ અપડેટમાં એવું જણાવામાં આવી રહ્યુ છે કે શો 15 તારીખથી નહી પણ જૂન કે જુલાઇ મહિનામાં શરૂ થશે. પરંતુ આ પોસ્ટ પર કોઇ નિવેદન સામે આવ્યુ નથી. એવામાં સીઝન 3 ના પ્રીમિયમની તારીખને લઈને હજુ પણ નિશ્ચિતપણે કંઈ કહી શકાય નહીં. અત્યાર સુધીના રિપોર્ટમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે ઓટીટી 2 ના મશહૂર સ્પર્ધક અભિષેક મલ્હાન, મનીષા રાની અને ફલ્વિશ યાદવને આગલી સીઝન માટે પસંદ કર્યા છે.
આ કામ માટે મેકર્સનો સંપર્ક કર્યો હતો
બિગ બોસ 17માં જે રીતે અરબાઝ ખાન અને સોહેલ ખાન અઠવાડિયામાં એક વાર આવતા હતા અને સ્પર્ધકો અને ચાહકોનું મનોરંજન કરતા હતા, હવે સમાચાર આવ્યા છે કે આ ત્રણેયનો શો માટે સંપર્ક કરવામાં આવ્યો છે. જો કે, આ ત્રણેએ આ ઓફર સ્વીકારી કે નહીં તે અંગે કોઈ માહિતી પ્રાપ્ત થઈ નથી.
આ પણ વાંચો:બીગબોસ 17ના આ કપના બ્રેકઅપની ચર્ચા, ઇન્સ્ટાગ્રામ દ્વારા મળ્યા સંકેત
આ પણ વાંચો:સલમાન ખાનના ઘરે પહોંચ્યા એકનાથ શિંદે, મીટિંગ દરમિયાન સલીમ ખાન પણ રહ્યા હાજર
આ પણ વાંચો:ઇજાગ્રસ્ત ચહેરો, સૂજી ગયેલી આંખો અને લોહીથી લથપથ… પ્રિયંકા ચોપરાને શું થયું?