Troll/ શાહરુખની પત્ની ગૌરી બોલ્ડ ડ્રેસ પહેરવા પર થઇ ટ્રોલ, લોકો બોલ્યા ‘પહેલા જરા કપડા પહેરવાની સભ્યતા શીખો

ગૌરી ખાને ઇન્સ્ટાગ્રામ પર પોતાના ફોટોશૂટ સાથે જોડાયેલી તસવીરો શેર કરી છે. આમાંથી લેટેસ્ટ પિકમાં તેમને ફાલ્ગુની શેન પીકૉકની ફોલ/વિંટર 2021 કલેક્શનના લૉંગ ડ્રેસમાં જોઇ શકાય છે.

Entertainment
ezgif.com gif maker 15 શાહરુખની પત્ની ગૌરી બોલ્ડ ડ્રેસ પહેરવા પર થઇ ટ્રોલ, લોકો બોલ્યા 'પહેલા જરા કપડા પહેરવાની સભ્યતા શીખો

એક્ટર શાહરુખ ખાનની પત્ની ગૌરી ખાન એ સ્ટાર વાઇવ્સમાંની એક છે, જે દરેક રીતે સ્વતંત્ર છે. તે ફક્ત જાણીતા બિઝનેસવુમન નહીં પરંતુ એક ડેડિકેટેડ મધર અને સ્ટાઇલિશ પત્ની પણ છે. ફેશનના મામલે ગૌરી હંમેશાથી જ બીજી કોઇપણ એક્ટ્રેસ કે પોતાના ફ્રેન્ડ સર્કલમાં રહેલી અન્ય પોપ્યુલર મહિલાઓના મુકાબલે એકદમ અલગ વાઇબ્સ આપે છે અને કપડાને પસંદ કરતી નજરે પડે છે.

આ જ કારણ છે કે તેમની પાસેથી અનેક મહિલાઓ ફેશન ઇન્સ્પિરેશન લે છે. ગૌરી ખાનનો આવો જ ફેશનેબલ લુક લેટેસ્ટ મેગેઝીન ફોટોશુટમાં નજરે પડ્યો છે. જો કે, કેટલાક લોકો સ્ટાર વાઇફને તેમના કપડાના કારણે નિશાન બનાવી રહ્યા છે.

navbharat times 2 શાહરુખની પત્ની ગૌરી બોલ્ડ ડ્રેસ પહેરવા પર થઇ ટ્રોલ, લોકો બોલ્યા 'પહેલા જરા કપડા પહેરવાની સભ્યતા શીખો

સ્ટનિંગ લુકમાં ગૌરી

ગૌરી ખાને ઇન્સ્ટાગ્રામ પર પોતાના ફોટોશૂટ સાથે જોડાયેલી તસવીરો શેર કરી છે. આમાંથી લેટેસ્ટ પિકમાં તેમને ફાલ્ગુની શેન પીકૉકની ફોલ/વિંટર 2021 કલેક્શનના લૉંગ ડ્રેસમાં જોઇ શકાય છે. આ મલ્ટીકલર્ડ પ્રિન્ટેડ ડ્રેસની સાથે મેચિંગનો ટ્રેન્ચ કોટ પણ હતો. ગૌરીના આઉટફિટને ની-હાઇ બ્લેક બૂટ્સની સાથે મેચ કરવામાં આવ્યા હતા. તો ગળામાં તેમણે સિલ્વર સ્ટેટમેન્ટ નેકપીસ પહેર્યો હતો. આ લુકમાં ગૌરી કાફી સ્ટનિંગ નજેર આવી રહી હતી.

navbharat times 1 શાહરુખની પત્ની ગૌરી બોલ્ડ ડ્રેસ પહેરવા પર થઇ ટ્રોલ, લોકો બોલ્યા 'પહેલા જરા કપડા પહેરવાની સભ્યતા શીખો

શૉર્ટ ફેધર ડ્રેસ

આમ તો સ્ટનિંગ તો ગૌરી ખાનનો આ લુક પણ હતો. આમાં સ્ટાર વાઇફને શોર્ટ સેક્સી ડ્રેસ પહેરેલો જોઇ શકાય છે. ગૌરીએ ફાલ્ગુની શેન પીકૉકનો ડિઝાઇન કરેલો ફેદર ડ્રેસ પહેર્યો હતો. આ ડિઝાઇનર પોતાની આઉટફિટ્સમાં આ ખાસ ડિઝાઇનને યૂઝ કરવા માટે જાણીતી છે. ગૌરીના આઉટફિટમાં ફેદરની સાથે જ કલર્ડ થ્રેડ વર્ક અને ચેકર્ડ બૉર્ડર જોઇ શકાય છે. તેમણે આ સ્લિટ શોર્ટ ડ્રેસને બ્લેક પંપ સ્ટડિડ હીલ્સની સાથે પરફેક્ટ લુક આપ્યો હતો.

navbharat times 1 1 શાહરુખની પત્ની ગૌરી બોલ્ડ ડ્રેસ પહેરવા પર થઇ ટ્રોલ, લોકો બોલ્યા 'પહેલા જરા કપડા પહેરવાની સભ્યતા શીખો

ગૌરી ખાનનો બોલ્ડ લુક કેટલાક લોકોને પસંદ ન આવ્યો. કેટલાકે તેમને કપડા પહેરવામાં સભ્યતા રાખવાની સલાહ આપી. તો કેટલાકે તેમની સરખામણી વદ્ધા સાથે કરી. એક યુઝરે તો મમ્મી જવાન, બાળકો પરેશાન જેવી કોમેન્ટ પણ કરી. જો કે તેમના વખાણ કરતી કોમેન્ટ પણ આવી. ફેન્સ તેમના માટે ક્વીન, સ્ટનિંગ, હૉટ, સેક્સી અને એલિગન્ટ જેવી અનેક કોમેન્ટ કર્યા.