Bollywood/ કેન્સરની સારવાર બાદ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં વાપસી પર સંજય દત્તે કહ્યું- ‘હું મરતા સુધી એક્ટિંગ કરતો રહીશ…’

કેન્સર ફ્રી થયા બાદ સંજય દત્તે માત્ર બોલિવૂડ જ નહીં પરંતુ સાઉથની કેટલીક ફિલ્મો પણ સાઈન કરી હતી. તેમાં બહુપ્રતિક્ષિત ફિલ્મ ‘KGF 2’ નો પણ સમાવેશ થાય છે.

Entertainment
સંજય દત્તે

અભિનેતા સંજય દત્તે કેન્સર સામે લડ્યા બાદ બોલિવૂડ ઈન્ડસ્ટ્રીમાં જોરદાર કમબેક કર્યું છે. 2020 માં COVID-19 મહામરી વચ્ચે, 62 વર્ષીય સંજય દત્તને ફેફસાના કેન્સર હોવાનું નિદાન થયું હતું. આ પછી અભિનેતાએ મુંબઈમાં તેની સારવાર કરાવી. આ પછી સંજયે પોતે કેન્સર મુક્ત હોવાનું જાહેર કર્યું. કેન્સર ફ્રી થયા બાદ સંજય દત્તે માત્ર બોલિવૂડ જ નહીં પરંતુ સાઉથની કેટલીક ફિલ્મો પણ સાઈન કરી હતી. તેમાં બહુપ્રતિક્ષિત ફિલ્મ ‘KGF 2’ નો પણ સમાવેશ થાય છે. આ ફિલ્મ 14 એપ્રિલ, 2022ના રોજ રિલીઝ થવાની તૈયારીમાં છે. આવી સ્થિતિમાં નિર્માતાઓએ તેનું પ્રમોશન શરૂ કરી દીધું છે.

શુક્રવારે દિલ્હીમાં એક પ્રેસ કોન્ફરન્સ દરમિયાન ANI સાથેની વાતચીતમાં સંજય દત્તે કહ્યું – ‘હું એક કલાકાર છું અને જો ભગવાન મને પરવાનગી આપે તો હું મરતાં સુધી અભિનય કરતો રહીશ. હું જે કરું છું તે પ્રેમ અને હૃદયથી કરું છું. હું મારા પાત્રોને પ્રેમ કરું છું, હું મારા શરીરને પ્રેમ કરું છું અને હું 45 વર્ષથી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં છું અને હું અત્યારે યુવા પ્રતિભા સાથે કામ કરી રહ્યો છું.

સાઉથ એક્ટર યશના વખાણ કરતાં સંજય દત્તે કહ્યું- ‘હું યશને જોઉં છું અને હું મારી જાતને 20-30 વર્ષ પહેલાં જોઉં છું. તેને આવી સિદ્ધિ હાંસલ કરતા જોઈને મને ગર્વ થાય છે. તમે રણબીર, યશ, રામ ચરણ અને જુનિયર એનટીઆર જેવા કલાકારોને શાનદાર કામ કરતા જોશો. ભારતીય ફિલ્મ સમુદાયના અમારા પરિવારનો એક ભાગ હોવાનો મને ગર્વ છે.

KGF: Chapter 2 માં યશ અને સંજય દત્ત ઉપરાંત રવિના ટંડન, શ્રીનિધિ શેટ્ટી, નિર્માતા રિતેશ શિધવાણી અને કાર્તિક જેવા કલાકારો જોવા મળશે. આ ફિલ્મ કન્નડ, તેલુગુ, હિન્દી, તમિલ અને મલયાલમ ભાષામાં રિલીઝ થશે.

આ પણ વાંચો :શાહરૂખ ખાને પઠાણ બાદ નવી ફિલ્મનું શૂટિંગ કર્યું શરૂ, લીક થયેલા ફોટોમાં ‘બાદશાહ’ને ઓળખવો મુશ્કેલ

આ પણ વાંચો :એવું તો શું થયું હતું કે રશ્મિકા મંદાના થઈ હતી ડિપ્રેશનનો શિકાર, જાણો કેવી રીતે શરૂ થયું કરિયર

આ પણ વાંચો :તનિષા મુખર્જીને બોબી દેઓલે કરી KISS, અભિનેત્રીએ કહ્યું- ‘તમે બ્રશ નથી કર્યું..’

આ પણ વાંચો : Yo Yo Honey Singh સાથે દિલ્હીની ક્લબમાં કરવામાં આવ્યું ગેરવર્તન, વ્યક્તિએ કહ્યું- ભગાડી દીધો હની…