Bollywood/ મારી એક ભૂલ અને બોલિવૂડમાં Entry થઇ ગઇ બેનઃ કોએના મિત્રા

બોલિવૂડની ગ્લેમરસ દુનિયાથી લોકો ખૂબ આકર્ષિત થતા રહે છે, પરંતુ આ ગ્લેમરથી ભરેલી દુનિયાની પાછળની સચ્ચાઇ કેટલી અલગ છે તે અંદાજો લગાવવો પણ મુશ્કેલ છે.

Entertainment
કોઇના મિત્રા

બોલિવૂડની ગ્લેમરસ દુનિયાથી લોકો ખૂબ આકર્ષિત થતા રહે છે, પરંતુ આ ગ્લેમરથી ભરેલી દુનિયાની પાછળની સચ્ચાઇ કેટલી અલગ છે તે અંદાજો લગાવવો પણ મુશ્કેલ છે. જી હા, સમયાંતરે બોલિવૂડમાંથી જ તેને લઇને ઘણીવાર નિવેદન સામે આવતા રહે છે. હવે તાજેતરમાં બોલિવૂડની ‘ઓ સાકી સાકી રે’ જેવા પ્રચલિત ગીતની અભિનેત્રીએ આ ગ્લેમરથી ભરેલા બોલિવૂડની પોલ ખોલી છે.

આ પણ વાંચો – વીએચપી અને બજરંગ દળ દ્વારા / વારાણસીના ગંગા ઘાટ અને ધાર્મિક સ્થળો પર ‘બિન-હિંદુ પ્રતિબંધિત’ પોસ્ટર લગાવવામાં આવ્યા

જણાવી દઇએ કે, બિગ બોસમાં જોવા મળેલી પ્રખ્યાત અભિનેત્રી કોએના મિત્રાનો આજે જન્મદિવસ છે. કોએના મિત્રા હવે સિલ્વર સ્ક્રીન પરથી સંપૂર્ણપણે ગાયબ  થઇ ગઇ છે. અભિનેત્રીની એક ભૂલ તેને સંપૂર્ણપણે આ ઈન્ડસ્ટ્રીથી દૂર કરી ગઇ છે. આપને જણાવી દઇએ કે, થોડા વર્ષો પહેલા, કોએનાએ પોતાને વધુ સુંદર બનાવવા માટે એક ખાસ સર્જરી કરાવી હતી, પરંતુ આ સર્જરીની અભિનેત્રીનાં ચહેરા પર વિપરીત અસર પડી હતી. જેના કારણે તેનો ચહેરો બગડી ગયો હતો. સર્જરીની નિષ્ફળતા બાદ કોએનાને તેના જીવનમાં ઘણી મુશ્કેલીઓમાંથી પસાર થવું પડ્યું હતું. કોએના સંજય દત્તની લોકપ્રિય ફિલ્મ મુસાફિરની ‘ઓ સાકી-સાકી’માં શાનદાર આઈટમ નંબર કરતી જોવા મળી હતી. જણાવી દઈએ કે, કોએના મિત્રાએ પોતાના ચહેરા પર કરેક્શન સર્જરી કરાવી હતી, જેનુ નામ ‘Rhinoplasty’ છે. આ સર્જરીની કોએના મિત્રાનાં ચહેરા પર ખૂબ જ ખરાબ અસર પડી અને તેના ચહેરા પર આડઅસર થઈ હતી. તેણીનાં એક ઇન્ટરવ્યૂમાં, અભિનેત્રીએ કહ્યું હતું કે “દરેક વ્યક્તિનું શરીર અલગ રીતે પ્રતિક્રિયા આપે છે. સર્જરી પછી, મારા ચહેરા પર ખૂબ સોજો હતો. જેમ શરીરનાં હાડકાંને જોડવામાં ઘણા મહિનાઓ લાગે છે, તે જ રીતે આ રીતે, મારા ચહેરાને યોગ્ય થવામાં એક વર્ષ લાગ્યું.

આ પણ વાંચો – કોરોના સંક્રમિત / ભાજપનાં વધુ એક નેતા કોરોના સંક્રમિત, સંપર્કમાં આવેલા તમામને રિપોર્ટ કરાવવા કરી અપીલ

તેણે વધુમાં જણાવ્યું કે, તેની સર્જરી ખોટી ન હોતી. પરંતુ તેનુ રિએક્શન હતુ તે ખોટુ હતુ. જેના કારણે મારા ચીકબોન્સ ખૂબ ખરાબ થઈ ગયા હતા. ચહેરો પાણીથી ભરેલો હતો. જેના કારણે હું ખૂબ જ કદરૂપી દેખાવા લાગી. કોએના મિત્રા સ્કૂલનાં દિવસોથી જ મોડલ બનવા માંગતી હતી. જેના કારણે તેણે અભ્યાસ દરમિયાન મોડલિંગ કેરિયરમાં પગ મૂક્યો હતો. જ્યાં 2002 સુધી તેણે ભારતની ઘણી સૌંદર્ય સ્પર્ધાઓમાં પણ ભાગ લીધો હતો. અભિનેત્રીએ ઘણા શાનદાર મ્યુઝિક વીડિયો પણ બનાવ્યા જે દર્શકોને ખૂબ પસંદ આવ્યા. જે બાદ અભિનેત્રીને રામ ગોપાલ વર્માએ તેની ‘રોડ’થી બોલિવૂડમાં બ્રેક આપ્યો હતો. અભિનેત્રીને તેની હોટ સ્ટાઈલનાં કારણે ઘણી ફિલ્મોમાં સતત કામ મળ્યું.