બોલિવૂડ એક્ટ્રેસ જેકલીન ફર્નાન્ડિઝ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઇન્સ્ટાગ્રામ પર ઘણી એક્ટિવ રહે છે. હવે તેના ઇન્સ્ટાગ્રામ પર 46 મિલિયન ફોલોઅર્સ થઇ ગયા છે. આ પ્રસંગે તેણે પોતાની કેટલીક નવીનતમ તસ્વીરો શેર કરી છે જે ઇન્ટરનેટ પર ખુબ જ વાયરલ થઈ રહી છે. આ સાથે તેણે પોતાના ચાહકોનો આભાર માન્યો છે. જેક્લીનની આ તસ્વીરો જોરદાર રીતે પસંદ કરવામાં આવી છે અને શેર કરવામાં આવી છે.
જેક્લીન ફોટામાં ટોપલેસ જોવા મળી રહી છે. તેના હાથમાં ફૂલોનો ગુલદસ્તો છે. ફોટા પોસ્ટ કરતી વખતે તેણે ચાહકો માટે કેપ્શનમાં લખ્યું, ‘લવ યુ. આભાર. ફોટામાં જેકલીનનો બોલ્ડ લૂક જોઈને ચાહકો દીવાના થઈ ગયા છે અને કોમેન્ટ કરીને પ્રતિક્રિયા આપી રહ્યા છે. ઇન્સ્ટાગ્રામ યુઝર્સ જેક્લીનના ફોટા પર હાર્ટ અને ફાયર ઇમોજી શેર કરી રહ્યાં છે.
Bollywood: વરૂણ ધવને ફેક ન્યુઝ પર આપી પ્રતિક્રિયા, કહ્યું – મારા વિશે લખો જે લખવું હો…
આપને જણાવી દઈએ કે જેકલીન આગામી હોરર-કોમેડી ફિલ્મ ભૂત પોલીસમાં જોવા મળશે. આ ફિલ્મનું દિગ્દર્શન પવન કૃપલાનીએ કર્યું છે, જેમણે અગાઉ ફોબિયા અને રાગિની એમએમએસ જેવી ફિલ્મોનું નિર્દેશન કર્યું હતું. તેમાં સૈફ અલી ખાન, યામી ગૌતમ અને અર્જુન કપૂર પણ કામ કરી રહ્યા છે.
Photos / શ્વેતા તિવારી અને દીકરી પલક તિવારીનો પૂલમાં જોવા મળ્યો ગ્લેમરસ અવતાર, જુઓ
આ સિવાય જેકલીન સલમાન સાથે ફિલ્મ કિક 2 માં કામ કરશે. તાજેતરમાં જ, ફિલ્મની જાહેરાત જેક્લીનના જન્મદિવસ પર કરવામાં આવી હતી. જોકે, ફિલ્મના બાકીના સ્ટારકાસ્ટની જાહેરાત હજુ સુધી કરવામાં આવી નથી. કિક ફિલ્મ વર્ષ 2014 માં રિલીઝ થઈ હતી જે બોક્સ ઓફિસ પર સુપરહિટ સાબિત થઈ હતી. આમાં રણદીપ હૂડાએ પોલીસ અધિકારીની ભૂમિકા ભજવી હતી.