મુંબઈ
અક્ષય કુમાર એન સાઉથ સુપરસ્ટાર રંજનીકાંતની સ્ટારર ફિલ્મ ‘2.0’ની બધા જ રાહ જોઈ રહ્યા છે. ભલે ને આ ફિલ્મ માંથી રંજનીકાંત અને અક્ષયનો પ્રથમ લૂક ઘણા સમય પહેલા સામે આવી ચુક્યા છે પંરતુ ફિલ્મનું ઓફીસયલ ટ્રેલર હજુ સુધી રિલીઝ કરવામાં આવ્યું નથી. ચાહકો ફિલ્મની એક ઝલક જોવા માટે બેતાબ છે અને આવા આ ફિલ્મનો એક સીન લિક થઇ રહ્યો છે. જેમાં માઈક્રો બ્લોગિંગ સાઈડ ટ્વીટ પર શેર કરવામાં આવ્યું છે.
આમતો આ સીન બિહાઇંન ધ સીન ( શુટિંગ દરમિયાનનો સીન) છે. પરંતુ આ સીન પરથી ફિલ્મની સ્ટોરી, એમી જૈકસનના લૂકના વિશે ઘણું બધું જાણવા મળે છે. આ વીડીયો આશરે 2 મિનીટનો છે. જેમાં કોરિયોગ્રાફર બોસ્કો માર્ટિસ મુવીની લીડ એક્ટ્રેસ એમી જૈક્સનને લઈને એક સોંગ કોરિયોગ્રાફર કરતા જોવા મળે છે. એમી ગીતમાં રોબોટિક લૂકમાં દેખાય રહી છે.
આપને જણાવી દઈએ કે, આ વીડીયોને રંજનીકાંતના ફેન વિજય એડ્રયુજે શેર કર્યો છે. મુવી ‘2.0’ને શંકર દ્રારા ડાયરેક્ટર કરવામાં આવી છે.
જુઓ વીડીયો..