Not Set/ ભીષણ પુર માટે કેરળની સરકારે તામિલનાડુને જવાબદાર ઠેરવ્યું

નવી દિલ્હી છેલ્લા અઠવાડિયાથી ભીષણ પૂરમાં ફસાયેલાં કેરળની સ્થિતિમાં સુધારો આવતા રાહત અને બચાવ કામગીરીને ઝડપી બનાવવામાં આવી છે. જોકે હવે કેરળના પુર પર હવે રાજનીતિ શરૂ થઇ ગઇ છે.યુ.એ.ઇ આપેલી 700 કરોડ રૂપિયાની રાહત સહાય પર રાજકારણ ગરમ થયાં પછી હવે સ્થાનિક માહોલ પણ ગરમાયો છે. કેરળે હોનારતને કુદરતી હોનારત ગણાવવાની જગ્યાએ તે માટે […]

India Trending
kerala flood 1 ભીષણ પુર માટે કેરળની સરકારે તામિલનાડુને જવાબદાર ઠેરવ્યું

નવી દિલ્હી

છેલ્લા અઠવાડિયાથી ભીષણ પૂરમાં ફસાયેલાં કેરળની સ્થિતિમાં સુધારો આવતા રાહત અને બચાવ કામગીરીને ઝડપી બનાવવામાં આવી છે. જોકે હવે કેરળના પુર પર હવે રાજનીતિ શરૂ થઇ ગઇ છે.યુ.એ.ઇ આપેલી 700 કરોડ રૂપિયાની રાહત સહાય પર રાજકારણ ગરમ થયાં પછી હવે સ્થાનિક માહોલ પણ ગરમાયો છે.

કેરળે હોનારતને કુદરતી હોનારત ગણાવવાની જગ્યાએ તે માટે તમિલનાડુને દોષિત ઠેરવ્યુ છે. કેરળમાં આવેલ ભીષણ પૂરમાં ૩૭૦થી વધુ લોકોના મોત થયા છે,ત્યારે રાજ્યએ આ માટે તમિલનાડુને દોષિત ઠેરવ્યુ છે.

કેરળનું કહેવુ છે કે તમિલનાડુએ મુલ્લાપેરીયાર બંધનુ પાણીના સ્તરને ઘટાડવાનો ઈન્કાર કરી દીધો હતો. સુપ્રીમ કોર્ટમાં દાખલ એક એફીડેવીટમાં કેરળની પિનરાયી વિજયન સરકારે જણાવ્યુ કેમુલ્લાપેરીયાર ડેમથી અચાનક પાણી છોડવામાં આવતા રાજ્યમાં આ જળપ્રલયની સ્થિતિ ઉભી થઈ.

આ સાથે જ કેરળ સરકારે સુપ્રિમ કોર્ટમાં કરેલાં સોગંદનામામાં જણાવ્યુ કેતમિલનાડુ સાથે ઘણીવખત ડેમનું જળસ્તર ૧૪૨ ફુટથી ૧૩૯ ફુટ કરવાની અપીલ કરવામાં આવી હતી જો કે તમિલનાડુએ તેને ફગાવી દીધી હતી.

 મુલ્લેપેરીયાર ડેમ કેરળમાં આવેલ છેજાકે તેનુ સંચાલન તમિલનાડુ દ્વારા કરવામાં આવે છે. કેરળ લાંબા સમયથી થઈ રહેલ પાણીની રીસાવના કારણે ડેમ પર પ્રતિબંધની માંગ કરી રહ્યુ છે.  ઈડુક્કીમાં ભારે વરસાદ બાદ ૧૫ ઓગસ્ટે જળસ્તર ૧૪૨ ફુટના નિશાને પર પહોંચ્યા બાદ ડેમના દ્વાર ખોલવામાં આવ્યા.  કેરળ સરકારના હલફનામા પરથી જાણવા મળે છે કે રાજ્ય સરકાર પૂરના પાણીનો એક મોટો હિસ્સો સમુદ્ર સુધી પહોંચાડવાની વ્યવસ્થા કરી રહી હતી. આ ઈડુક્કી અને ઈમદલયારમાં બે સૌથી મોટા જળાશયોનો ફેલાવા પર સખત સંચાલન નિયંત્રણને લાગુ કરીને કરવામાં આવ્યુ હતું. તેમજ તમિલનાડુ સરકારે જણાવ્યુ કે ૨૦૧૪માં સુપ્રીમે બંધનુ જળસ્તર ૧૪૨ ફુટ સુધી વધારવાની રાજ્યને પરવાનગી આપી હતી.