Not Set/ મુઝફ્ફરનગર : જ્વેલરી શોપનાં માલિક પર બે લોકોએ કર્યો હુમલો, લોકો રહ્યા મુક દર્શક, જુઓ વીડિયો

ઉત્તર પ્રદેશના મુઝફ્ફરનગરનાં સિવિલ લાઇન વિસ્તારમાં શુક્રવારે જ્વેલરી શોપનાં માલિક પર પડોશી અને તેના બે પુત્રોએ હુમલો કર્યો હતો. આ દરમિયાન તેમના પર ફાયરિંગ કરવામાં આવ્યુ હતુ. આ ઘટનામાં ત્રણ લોકો ઘાયલ થયા છે. સીસીટીવી વીડિયો સામે આવ્યો છે જેમાં દેખાઇ રહ્યુ છે કે જ્વેલરીની દુકાન પર પડોશીઓ દ્વારા ધોળે દિવસે હુમલો કરવામાં આવે છે. […]

Top Stories India
muzzzza મુઝફ્ફરનગર : જ્વેલરી શોપનાં માલિક પર બે લોકોએ કર્યો હુમલો, લોકો રહ્યા મુક દર્શક, જુઓ વીડિયો

ઉત્તર પ્રદેશના મુઝફ્ફરનગરનાં સિવિલ લાઇન વિસ્તારમાં શુક્રવારે જ્વેલરી શોપનાં માલિક પર પડોશી અને તેના બે પુત્રોએ હુમલો કર્યો હતો. આ દરમિયાન તેમના પર ફાયરિંગ કરવામાં આવ્યુ હતુ. આ ઘટનામાં ત્રણ લોકો ઘાયલ થયા છે. સીસીટીવી વીડિયો સામે આવ્યો છે જેમાં દેખાઇ રહ્યુ છે કે જ્વેલરીની દુકાન પર પડોશીઓ દ્વારા ધોળે દિવસે હુમલો કરવામાં આવે છે. હુમલો કરનારાઓમાંના એકે પહેલા ડંડાથી દુકાનનાં કાચ તોડે છે પછી દુકાનમાં પ્રવેશ કરે છે અને તોડ ફોડ શરૂ કરી દે છે.

hqdefault 18 મુઝફ્ફરનગર : જ્વેલરી શોપનાં માલિક પર બે લોકોએ કર્યો હુમલો, લોકો રહ્યા મુક દર્શક, જુઓ વીડિયો

આ હુમલાવરોમાં એક પાસે બંદૂક હોય છે અને તે ધનાધન ગોળીઓ ચલાવે છે. દુકાનમાં હાજર એક મહિલા તેને રોકવાનો પ્રયત્ન કરે છે પરંતુ તેમ છતા આરોપી દુકાનનાં માલિક ઉપર ગોળીઓ ચલાવતો રહે છે. દુકાનમાં જ માલિક ફ્લોર પર પડી જાય છે. ત્યારબાદ હુમલો કરનાર ત્યાંથી બહાર નીકળી જાય છે. દુકાનની બહારનાં લોકો ઘટનાને મુક દર્શક બનીને જોતા રહે છે.

આ ઘટના અંગે મુઝફ્ફરનગર એસપી (ક્રાઇમ) આરબી ચૌરસિયાએ જણાવ્યું હતું કે, જ્વેલર્સ પર પડોશીઓ અને તેમના બે પુત્રોએ હુમલો કર્યો હતો. ત્રણેયની ધરપકડ કરવામાં આવી છે અને કેસ નોંધવામાં આવ્યો છે. આ ઘટનામાં ત્રણ લોકો ઘાયલ થયા છે અને તેઓની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. તેમણે જણાવ્યું હતું કે, આગળની તપાસ ચાલી રહી છે. પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી રહી છે પરંતુ અહી સૌથી ચોંકાવનારી વાત એ રહી કે આ સમગ્ર ઘટના ધોળે દિવસે બની છે. જે દરમિયાન દુકાનની બહાર ઘણા લોકો હાજર હતા તેમ છતા કોઇએ પણ આગળ આવીને આ હુમલાને રોકવાનો પ્રયત્ન કર્યો નહોતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.