Not Set/ DCP જયપાલસિંહ અમારા કાર્યકરોને માં-બહેનની ગાળો ભાંડે છે: હાર્દિક પટેલ

અમદાવાદ હાર્દિક પટેલના ઉપવાસના 18માં દિવસે પાંચ જેટલા કોંગ્રેસી ધારાસભ્યો પારણાં કરવાનો પ્રયાસ કરવામાં આવી શકે છે. કોગ્રેસના લલિત કગથરા, લલિત વસોયા ,કિરીટ પટેલ ,આશા પટેલ અને મહેશ પટેલ સહિતના ધારાસભ્યો  હાર્દિક પટેલ સાથે મુલાકાત કરીને તેના પારણાં કરાવાનો પ્રયાસ કરી શકે છે. હાર્દિક પટેલે ટ્વિટ કરીને તેના ઘર બહાર સુરક્ષામાં તહેનાત ડીસીપી જયપાલસિંહ રાઠોડ […]

Top Stories Ahmedabad
b275b658 0022 4b53 a9a3 58f56ddb38b8 9 DCP જયપાલસિંહ અમારા કાર્યકરોને માં-બહેનની ગાળો ભાંડે છે: હાર્દિક પટેલ

અમદાવાદ

હાર્દિક પટેલના ઉપવાસના 18માં દિવસે પાંચ જેટલા કોંગ્રેસી ધારાસભ્યો પારણાં કરવાનો પ્રયાસ કરવામાં આવી શકે છે. કોગ્રેસના લલિત કગથરા, લલિત વસોયા ,કિરીટ પટેલ ,આશા પટેલ અને મહેશ પટેલ સહિતના ધારાસભ્યો  હાર્દિક પટેલ સાથે મુલાકાત કરીને તેના પારણાં કરાવાનો પ્રયાસ કરી શકે છે.

હાર્દિક પટેલે ટ્વિટ કરીને તેના ઘર બહાર સુરક્ષામાં તહેનાત ડીસીપી જયપાલસિંહ રાઠોડ પર ગંભીર આક્ષેપો લગાવ્યા છે. હાર્દિકે લખ્યું છે કે ડીસીપી રાઠોડ બીજેપી પ્રમુખ અમિત શાહ, સીએમ વિજય રૂપાણી અને ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાના ઈશારે આ બધું કરી રહ્યા છે. હાર્દિક પટેલે આજે એકપછી એક એમ ત્રણ ટ્વીટ કર્યા હતા.

અમદાવાદના DCP રાઠોડ અમારા આંદોલનકારીઓને કહે છે કે, તેઓ આતંકવાદી છે. આ ડીસીપીને ગુજરાતના ગૃહમંત્રી પ્રદીપસિંહ સાથે નીકટના સંબંધો છે.

છેલ્લા 18 દિવસથી અમારી સાથે ગુનેગારો જેવું વર્તન કરવામાં આવી રહ્યું છે. ડીસીપીએ અમારા કાર્યકરોને કહ્યું છે કે, આજે હરીશ રાવતને પણ તપાસ બાદ જ અંદર પ્રવેશ આપીશું

https://twitter.com/HardikPatel_/status/1039404600296714240

ઉપવાસ છાવણીમાં આવતા લોકોને રોકવા માટે ડીસીપી રાઠોડે તમામ હદ પાર કરી નાખી છે. અમારા આંદોલનકારીઓને ડીસીપી રાઠોડ મા-બેનની ગાળો ભાંડી રહ્યા છે. ખાખી વર્દીની મર્યાદાનું ઉલ્લંઘન થઈ રહ્યું છે. ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને ગૃહમંત્રી પ્રદીપસિંહે ડીસીપી રાઠોડને તમામ હદ પાર કરવાની પરવાનગી આપી છે.

https://twitter.com/HardikPatel_/status/1039405470388301825

ઉપવાસ આંદોલન તોડવા માટે અમિત શાહના આદેશ પર ગુજરાતના ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ ડીસીપી રાઠોડને મને મારવાનું તેમજ મારા સાથીઓને ધમકાવવાનું કામ સોંપ્યું છે. મારા ઘરે આવતા લોકોને રોકવા માટે તેઓ બધું કરવા માટે તૈયાર છે. ગુજરાત હાઇકોર્ટમાં પણ ડીસીપી ખોટું બોલે છે.

https://twitter.com/HardikPatel_/status/1039406733091905536

મહત્વનું છે,કે કોંગ્રેસ હાર્દિકના ઉપવાસના પ્રથમ દિવસથી જ તેને સમર્થન કરી રહ્યા છે. અને કોંગ્રેસના મોટાભાગના ધારાસભ્યો હાર્દિકની મુલાકાત લઇ ચૂક્યા છે. હાર્દિકના ઉપવાસ પૂર્ણ કરાવવા માટે સમાજ ,સંસ્થાઓ અને પાટીદાર ધારાસભ્યો  સક્રિય થયા