Not Set/ VIDEO : ઓરિસ્સાનો આ જવાને ટ્રાફિક કંટ્રોલ કરવા માટે એવું તો શું કર્યું તે આ વીડિયો થઇ રહ્યો છે વાઈરલ

ભુવનેશ્વર, દેશભરમાં વસ્તીગીચતા ધરાવતા શહેરોમાં વધી રહેલા વાહનોની સાથે સાથે ટ્રાફિકની સમસ્યા પણ જટિલ બનતી જાય છે, ત્યારે આ ટ્રાફિકને કંટ્રોલ કરવા માટે ટ્રાફિક પોલીસ જવાનોની તૈનાતી કરવામાં આવતી હોય છે. દિવસભર શહેરોમાં ટ્રાફિકને કંટ્રોલ કરવા માટે પોલીસના જવાનો તૈનાત રહેતા હોય છે. આ દરમિયાન કેટલાક ટ્રાફિક પોલીસના જવાનો કઈક અલગ અંદાજમાં પણ પોતાની ડ્યુટી […]

India Trending Videos
odisha traffic police VIDEO : ઓરિસ્સાનો આ જવાને ટ્રાફિક કંટ્રોલ કરવા માટે એવું તો શું કર્યું તે આ વીડિયો થઇ રહ્યો છે વાઈરલ

ભુવનેશ્વર,

દેશભરમાં વસ્તીગીચતા ધરાવતા શહેરોમાં વધી રહેલા વાહનોની સાથે સાથે ટ્રાફિકની સમસ્યા પણ જટિલ બનતી જાય છે, ત્યારે આ ટ્રાફિકને કંટ્રોલ કરવા માટે ટ્રાફિક પોલીસ જવાનોની તૈનાતી કરવામાં આવતી હોય છે.

દિવસભર શહેરોમાં ટ્રાફિકને કંટ્રોલ કરવા માટે પોલીસના જવાનો તૈનાત રહેતા હોય છે. આ દરમિયાન કેટલાક ટ્રાફિક પોલીસના જવાનો કઈક અલગ અંદાજમાં પણ પોતાની ડ્યુટી નિભાવતા હોય છે, ત્યારે આ જ પ્રકારે કોઈ બોલીવુડના ફિલ્મના હીરોની જેમ જ ડાન્સ કરીને ટ્રાફિકને કંટ્રોલ કરતો એક જવાનનો વીડિયો સામે આવ્યો છે. આ વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થઇ રહ્યો છે.

હકીકતમાં, આ વીડિયો ઓરિસ્સાની રાજધાની ભુવનેશ્વરમાં તૈનાત એક ટ્રાફિક જવાનનો છે. ૩૩ વર્ષીય પ્રતાપ ચંદ્ર ખંડવાલ કે જેઓ પહેલા હોમગાર્ડમાં ફરજ બજાવતા હતા, પરંતુ ત્યારબાદ તેઓને ટ્રાફિક પોલીસમાં તૈનાત કરવામાં આવ્યા છે.

આ દરમિયાન પી સી ખંડવાલ નામના ટ્રાફિક પોલીસ જવાન પોતાના ડાન્સ મુવ દ્વારા ટ્રાફિકને કંટ્રોલ કરી રહ્યા છે. બીજી બાજુ આ જવાનની અનોખી ડ્યુટી જોઈ લોકો પણ સાથ આપી રહ્યા છે.

ન્યુઝ એજન્સી ANI સાથેની વાતચીતમાં તેઓએ જણાવ્યું હતું કે, “હું મારા ડાન્સના મુવ દ્વારા લોકોને ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન ન કરવા માટે સંદેશો આપી રહ્યું છું. સાથે સાથે ટ્રાફિક જવાને કહ્યું, :મારી આ ડાન્સ મુવની સ્ટાઈલ લોકોને ખુબ ગમી રહી છે અને તેઓ નિયમોનું પાલન કરી રહ્યા છે”.