Not Set/ રાહુલ ગાંધીએ ટ્વીટર પર રાજીનામું પોસ્ટ કર્યું,કોંગ્રેસનું અધ્યક્ષપદ છોડી દેવા મક્કમ

દિલ્હી, લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસની કારમી હાર પછી પક્ષના પ્રેસીડન્ટ રાહુલ ગાંધીએ અધ્યક્ષપદેથી રાજીનામુ આપી દીધું છે.રાહુલ ગાંધીએ પ્રેસીડન્ટ તરીકે રાજીનામુ આપ્યા પછી તેમને મનાવી લેવા કોંગ્રેસમાં ભરપુર પ્રયાસ કરવામાં આવી રહ્યાં છે,જો કે રાહુલ ગાંધી કોંગ્રેસનું અધ્યક્ષપદ છોડવા માટે મક્કમ છે. રાહુલ ગાંધીએ પહેલીવાર મીડીયા સમક્ષ કહ્યું હતું કે, પાર્ટીમાં જેમ બને તેમ જલદીથી અધ્યક્ષની પસંદગી […]

Top Stories India
dcjsdoi 7 રાહુલ ગાંધીએ ટ્વીટર પર રાજીનામું પોસ્ટ કર્યું,કોંગ્રેસનું અધ્યક્ષપદ છોડી દેવા મક્કમ

દિલ્હી,

લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસની કારમી હાર પછી પક્ષના પ્રેસીડન્ટ રાહુલ ગાંધીએ અધ્યક્ષપદેથી રાજીનામુ આપી દીધું છે.રાહુલ ગાંધીએ પ્રેસીડન્ટ તરીકે રાજીનામુ આપ્યા પછી તેમને મનાવી લેવા કોંગ્રેસમાં ભરપુર પ્રયાસ કરવામાં આવી રહ્યાં છે,જો કે રાહુલ ગાંધી કોંગ્રેસનું અધ્યક્ષપદ છોડવા માટે મક્કમ છે.

રાહુલ ગાંધીએ પહેલીવાર મીડીયા સમક્ષ કહ્યું હતું કેપાર્ટીમાં જેમ બને તેમ જલદીથી અધ્યક્ષની પસંદગી કરી લેવામાં આવે. તેમણે રાજીનામુ આપી દીધુ હોવાથી હવે તેઓ અધ્યક્ષ પદ પર નથી. કોંગ્રેસ પાર્ટીએ આજે નહીં પણ એક મહિના પહેલા જ પોતાનો અધ્યક્ષ પસંદ કરી લેવો જોઈતો હતો.

રાહુલ ગાંધીએ તેમના ટ્વીટર એકાઉન્ટ પર ચાર પાનાની રાજીનામાની કોપી મુકી છે,જેમાં લખ્યું છે કે લોકસભાની ચૂંટણીમાં હાર માટે તેઓ જવાબદાર છે અને તેમણે આ જવાબદારી સ્વીકારીને કોંગ્રેસના અધ્યક્ષપદેથી રાજીનામુ આપી દીધું છે.

રાહુલ ગાંધીએ પોતાના રાજીનામા પત્રમાં એવો ઉલ્લેખ પણ કર્યો છે કે તેઓને ભાજપ પ્રત્યે કોઇ ધિક્કાર નથી પરંતું તેમના ભારત પ્રત્યેના વિચારોને તે સ્વીકારતા નથી.

રાહુલ ગાંધીએ આજે કહ્યું હતું કેતેઓ કોઈ પણ સંજોગોમાં રાજીનામું પાછુ લેવાના મુડમાં નથી.જો કે રાહુલ ગાંધીએ કોંગ્રેસમાં સભ્ય તરીકે ચાલુ રહેવાની તૈયારી બતાવી હતી.તેમણે કહ્યું હતું કે હું રાજીનામું આપી રહ્યો છું પણ કોંગ્રેસ છોડીશ નહીં.

રાહુલ ગાંધીએ જણાવ્યું હતું કે મેં રાજીનામુ આપ્યા પછી પાર્ટી અધ્યક્ષની પસંદગી કરવામાં ઘણું મોડું થઈ ગયું છે. પાર્ટીએ જેમ બને તેમ વર્કિંગ કમિટીની બેઠક બોલાવીને આ મામલે નિર્ણય કરી લેવો જોઈએ. સાથે રાહુલ ગાંધીએ એમ પણ કહ્યું હતું કેતેઓ અધ્યક્ષની પસંદગી પ્રક્રિયાનો ભાગ પણ નહીં હોય. તેમણે કહ્યું હતું કેવર્કિંગ કમિટીની બેઠક ક્યારે બોલાવવામાં આવશે તે પણ સમિતિના સભ્યો જ નક્કી કરશે. હું આ બેઠકમાં શામેલ નહીં થવું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.