Not Set/ જગન્નાથ યાત્રાની તૈયારી પુરી,સરસપુરની 18 પોળોમાં હજારો કિલો પ્રસાદ તૈયાર થયો

અમદાવાદ,   આવતીકાલે અમદાવાદમાં યોજાનારી ભગવાન જગન્નાથજીની 142મી રથયાત્રાની તડામાર તૈયારીઓ થઇ ગઇ છે.રથયાત્રાના દિવસે યાત્રાના રૂટમાં મગ,બુંદી,રોટલી અને ફુલવડીનો ટનબંધ પ્રસાદ તૈયાર કરવામાં આવ્યો છે.રથયાત્રામાં ભગવાન જગન્નાથ બપોરના સમયે સરસપુર પહોંચશે અને ત્યા આરામ કરશે.સરસપુરની 18 પોળોમાં રસોડાઓ ધમધમવા લાગ્યા છે. જેમાં 50 હજાર ભાવિક ભક્તો માટે 1500 કિલો મોહનથાળથી લઈ 1000 કિલો ફૂલવડી, બુંદી, પુરી અને […]

Top Stories Ahmedabad Gujarat
dcjsdoi 6 જગન્નાથ યાત્રાની તૈયારી પુરી,સરસપુરની 18 પોળોમાં હજારો કિલો પ્રસાદ તૈયાર થયો

અમદાવાદ,  

આવતીકાલે અમદાવાદમાં યોજાનારી ભગવાન જગન્નાથજીની 142મી રથયાત્રાની તડામાર તૈયારીઓ થઇ ગઇ છે.રથયાત્રાના દિવસે યાત્રાના રૂટમાં મગ,બુંદી,રોટલી અને ફુલવડીનો ટનબંધ પ્રસાદ તૈયાર કરવામાં આવ્યો છે.રથયાત્રામાં ભગવાન જગન્નાથ બપોરના સમયે સરસપુર પહોંચશે અને ત્યા આરામ કરશે.સરસપુરની 18 પોળોમાં રસોડાઓ ધમધમવા લાગ્યા છે. જેમાં 50 હજાર ભાવિક ભક્તો માટે 1500 કિલો મોહનથાળથી લઈ 1000 કિલો ફૂલવડી, બુંદી, પુરી અને બટાકાના શાકના ભોજનની તડામાર તૈયારીઓ ચાલી રહી છે.

એ સિવાય રથયાત્રાના રૂટમાં મગ 50 હજાર કિલો જેટલો પ્રસાદ તૈયાર કરવામાં આવ્યો છે.રથયાત્રાના રૂટમાં કમસે કસ 10 લાખ જેટલા શ્રધ્ધાળુઓને આ પ્રસાદ આપવામાં આવશે.સરસપુરની પોળોમાં સેંકડો બહેનો અને ભાઇઓ પ્રસાદ બનાવવામાં કામે લાગ્યા છે.પ્રસાદની આ તૈયારીઓના ભાગરૂપે સરસપુરની બહેનોએ જાતે પુરીઓ વણી હતી.

સૌથી મોટું રસોડું સરસપુરમાં મોટી સાળવીવાડ ખાતે રખાયું છે. આ સિવાય વાસણશેરી, તળીયાની પોળ, પીપળાપોળ, ગાંધીની પોળ, લુહાર શેરી, આંબલીવાડ, કડીયાવાડ, ઠાકોરવાસ, નાની સાળવીવાડ, ખત્રીવાડ, કબીરવાડ અને ભાવસારના ખાંચો, પાંચાવાડ સહિતના વિસ્તારોમાં કુલ 50 હજારથી વધુ ભક્તો ભોજન પ્રસાદીનો લાભ લેશે.