Surendranagar/ ધ્રાંગધ્રા પંથકના રણકાંઠામા માવઠાના લીધે અગરીયાઓને ભારે નુકસાન

મીઠુ પકવતા અગરીયાઓના સોલર, ઝુપડા તથા મીઠાના પાટા પર પાણી ફરી વળ્યા

Gujarat Others Videos
Heavy damage to Agaria in Dhrangadhra due to unseasonal rain ધ્રાંગધ્રા પંથકના રણકાંઠામા માવઠાના લીધે અગરીયાઓને ભારે નુકસાન

સની વાઘેલા – પ્રતિનિધિ, ધ્રાંગધ્રા

ધ્રાંગધ્રા: ધ્રાંગધ્રા પંથકમાં ભર શિયાળે આવેલા વરસાદે અનેક ગ્રામ્ય વિસ્તારોમા નુકસાની સર્જી છે. ખેડુતોના જીરુ, વરીયાળી, ઇશબગુલ, ધાણા સહિતના વાવેતરમાં પાણી ફરી વળતા મોટી નુકસાનીનો અંદાજ લગાવી રહ્યા છે. ખેડૂતોની સાથોસાથ ધ્રાંગધ્રા પંથકના રણ વિસ્તારમા મીઠુ પકવી ગુજરાન ચલાવતા અગરીયાઓને પણ આ માવઠાના લીધે મોટી નુકસાની વેઠવી પડી છે.

રણકાઠામાં આઠ મહિના સુધી મીઠુ પકવી ગુજરાન ચલાવતા અગરીયાઓની સિઝન હાલમા જ દિવાળી પર્વ બાદ શરુ થાય છે. અગરીયા પરીવારો દીવાળી બાદ મીઠાના પાટા શરુ કરી મીઠુ પકવવાનું શરુ કરે છે. પરંતુ રાજ્યભરમાં આવેલા માવઠાએ રણકાઠાના અગરીયા પરીવારો દ્વારા પકવતા મીઠા પર પાણી ફેરવ્યુ હતુ.

https://twitter.com/mantavyanews/status/1729086687622623702

કમોસમી વરસાદના કારણે રણકાઠામાં સોલર પેનલ તથા રહેવા માટે બાંધેલા ઝુપડા પણ પાણીમાં ગરકાવ થયા હતા. જેથી વરસાદી માવઠાના લીધે ખેડુતોની સાથે અગરીયાઓને પણ મોટી નુકસાની વેઠવાનો વારો આવ્યો છે.


સુરેન્દ્રનગર જીલ્લાના અન્ય સમાચાર માટે અહીં ક્લિક કરો 

સુરેન્દ્રનગર જીલ્લાના વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટે અહીં ક્લિક કરો