સિવિલ હોસ્પિટલના રેડિયોલોજી વિભાગમાં ફરજ બજાવતી એક રેસિડેન્ટ ડોક્ટર યુવતીએ શાહીબાગમાં રહેતા એક યુવક વિરુદ્ધમાં અશ્લીલ ચેનચાળા કરવા અંગેની ફરિયાદ પોલીસ સ્ટેશનમાં નોંધાવી છે.
અસારવાની સિવિલ હોસ્પિટલના રેડિયોલોજી વિભાગમાં રેસિડેન્ટ ડોક્ટર યુવતીએ શાહીબાગ પોલીસ સ્ટેશનમાં છેડતીની ફરિયાદ કરી છે. મૂળ ભૂજની અને સિવિલ હોસ્પિટલમાં છેલ્લાં સાત વર્ષથી અભ્યાસ કરતી રેસિડેન્ટ ડોક્ટર યુવતી પહેલાં યુ.એન.મહેતા હોસ્પિટલ સામે આવેલ ઢાબરાનગર સોસાયટીમાં રહેતી હતી.
સોસાયટીમાં રહેતો રવીન્દ્ર પરસોતમભાઇ પરમાર યુવતીને અવારનવાર જોતો હતો અને તેનો પીછો કરતો હતો. રવીન્દ્ર તેના પ્રેમમાં એ હદે પાગલ થઇ ગયો હતો કે ઘરની દીવાલ પર તેમજ યુવતીના એક્ટિવા પર નામ લખીને જતો રહેતો હતો. આ મામલે યુવતીએ શાહીબાગ પોલીસ સ્ટેશનમાં જે તે સમયે ફરિયાદ પણ કરી હતી.
યુવતી રવીન્દ્રની હરકતથી કંટાળીને રૂમમાં જતી રહી હતી અને સાંજે તેના મંગેતર અને નણંદને જાણ કરી હતી. યુવતીના મંગેતરે તાત્કાિલક પોલીસ ફરિયાદ કરવાનું કહેતાં તેણે પોલીસ કંટ્રોલમાં ફોન કરીને જાણ કરીને ફરિયાદ કરી હતી. શાહીબાગ પોલીસે રવીન્દ્ર વિરુદ્ધમાં છેડતીની ફરિયાદ નોંધીને તપાસ શરૂ કરી છે.