Not Set/ માળી સમાજના યુવાનો કોરોના દર્દીને માત્ર ટિફિન નહિ ઓક્સિજન પણ પુરૂ પાડે છે

માળી સમાજના ડીસાના યુવાનો માત્ર ટિફિન નહિ ઓક્સિજન પણ પુરૂ પાંડે છે. યુવાનો દર્દીને કોઈ હોસ્પિટલ કે ઘરે ઓક્સિજન ની જરૂર પડે તો ઘર સુધી ઓક્સિજન બોટલ મુકવાની વ્યવસ્થા ફ્રી માં કરી આપે છે.

Gujarat Others Trending
phd 4 માળી સમાજના યુવાનો કોરોના દર્દીને માત્ર ટિફિન નહિ ઓક્સિજન પણ પુરૂ પાડે છે

બનાસકાંઠાના ડીસામાં યુવાનોનું એક ગ્રુપ ખૂબજ સાહનીય કામ કરી રહ્યું છે.આ ગ્રુપ છેલ્લા બાવીસ દિવસથી દર્દી અને દર્દીના સગાને પૌષ્ટિક આહારવાળું ભોજન પીરસી રહ્યા છે.અને આ યુવાનો દર્દી અને સગાને હોસ્પિટલ સુધી  ટિફિન પહોંચાડે છે સાથે ઇમરજન્સી ઓક્સિજન ની જરૂર પડે તો આ ટિમ દર્દીને હોસ્પિટલ સુધી ઓક્સિજનની બોટલ પણ વિનામૂલ્યે પહોંચાડે છે.

કોરોના મહામારી સમયે તંત્ર અને સરકાર તેમની મહેનત કરી રહી છે તો સેવાભાવી ઓ પોતાની મહેનત કરી કોરોના પીડિત દર્દીનો જીવ બચે તેવા પ્રયાસો કરી રહ્યા છે. ત્યારે આજે ડીસા ના માળી સમાજ ના યુવાનો દર્દીઓ અને તેના સગા માટે દેવદૂત બની રહ્યા છે. બનાસકાંઠાના વેપારી મથક અને ઉત્તર ગુજરાતનું મેડિકલ હબ ગણાતા ડીસામાં 500 ICU બેડ સાથે બે હજાર દર્દીઓ ને સારવાર મળી શકે તેટલી હોસ્પિટલ આવેલી છે.

ત્યારે હાલ કોરોના મહામારી સમયે ડીસામાં સંપૂર્ણ સ્વૈચ્છિક લોકડાઉન છે અને જેના કારણે દર્દીઓ અને તેના સગા ભૂખ્યા રહી જાય છે તેવું ડીસા માળી સમાજ યુવા ટિમના લીડર ભરત સુંદેશા ને ધ્યાને આવતા તેઓએ તરતજ ટિમને જાણ કરી અને ટિફિન વ્યવસ્થા કરવા આહવાન કર્યું અને બાવીસ દિવસ પહેલા 100 ટિફિન થી શરૂઆત કરી અને સમાજ ના લોકોએ દાન એકત્રિત કર્યું બાદમાં ટિફિન વધતા ગયા અને ટિફિન સેવાની કામગીરી જોઈ બીજા સમાજના લોકો પણ મદદમાં આવ્યા અને આજે બાવીસમાં દિવસે 800 ટીફીન દર્દી અને તેના સગાને આપવામા આવી રહ્યા છે. સાથે ટિફિનમાં પણ ડોકટર દર્દી ને જે પ્રમાણે જમવાની સલાહ આપે તે પ્રમાણે નું મેનુ તૈયાર કરી ટિફિન પહોંચાડવામાં આવી રહ્યા છે.  સવાર સાંજ અલગ અલગ મેનુ હોય છે અને દરેક હોસ્પિટલમાં યુવાનો ની ટિમ ટિફિન લઈને પહોંચી જાય છે અને દર્દીઓ સાથે તેમના સગા ભૂખ્યા ન રહે તે માટે ખાસ ધ્યાન રાખવામાં આવે છે.

માળી સમાજના ડીસાના યુવાનો માત્ર ટિફિન નહિ ઓક્સિજન પણ પુરૂ પાંડે છે. યુવાનો દર્દીને કોઈ હોસ્પિટલ કે ઘરે ઓક્સિજન ની જરૂર પડે તો ઘર સુધી ઓક્સિજન બોટલ મુકવાની વ્યવસ્થા ફ્રી માં કરી આપે છે. જોકે હાલ આ માળી સમાજ યુવાનો ની ટિમ ને સમગ્ર જિલ્લા માંથી ખુબજ સારો પ્રતિસાદ મળી રહ્યો છે અને કામની પ્રસંસા સાથે આખા જીલ્લામાંથી મદદ પણ મળી રહીં છે જોકે આ યુવાનો સતત કોરોના ના સમય સુધી આ સેવા ચાલુ રાખશે.