Not Set/ શિક્ષકની વિકૃતિએ હદ વટાવી,વિદ્યાર્થીનીઓને ક્લાસમાં જ બતાવતો હતો પોર્ન વીડિયો

ભાવનગર, ભાવનગરની એક ચોંકાવનારીઘટના સામે આવી છે. અહીં એક શાળા શિક્ષકની ધરપકડ કરવામાં આવી છે. શાળા શિક્ષક પર આરોપ છે કે તે પાંચમાં ઘોરણમાં અભ્યાસ કરતી ત્રણ બાળકીઓને મોબાઇલ પર પોર્ન બતાવતો હતો. એટલું જ નહીં, વિદ્યાર્થીઓએ પણ આરોપ લગાવ્યો છે કે તે વિદ્યાર્થીઓને પગ દબાવવા માટે મજબૂર પણ કરતો હતો. પોલીસે અંબિકા સ્કુલના આ […]

Top Stories Gujarat Others
araa 3 શિક્ષકની વિકૃતિએ હદ વટાવી,વિદ્યાર્થીનીઓને ક્લાસમાં જ બતાવતો હતો પોર્ન વીડિયો

ભાવનગર,

ભાવનગરની એક ચોંકાવનારીઘટના સામે આવી છે. અહીં એક શાળા શિક્ષકની ધરપકડ કરવામાં આવી છે. શાળા શિક્ષક પર આરોપ છે કે તે પાંચમાં ઘોરણમાં અભ્યાસ કરતી ત્રણ બાળકીઓને મોબાઇલ પર પોર્ન બતાવતો હતો. એટલું જ નહીં, વિદ્યાર્થીઓએ પણ આરોપ લગાવ્યો છે કે તે વિદ્યાર્થીઓને પગ દબાવવા માટે મજબૂર પણ કરતો હતો. પોલીસે અંબિકા સ્કુલના આ 39 વર્ષીય ટીચર જીશાંત મકવાણાની ઘરપકડ કરી જેલ ભેગો કર્યો છે.

પોલીસે જણાવ્યું કે સોમવારે ઘરે પહોંચી 12 વર્ષની બાળકીએ પોતાના પિતાને કહ્યું કે શાળામાં લંચ બ્રેક દરમિયાન વર્ગમાં તે બે અન્ય છોકરીઓ સાથે બેઠેલી હતી. દરમિયાન જ શિક્ષક જીશાંત વર્ગમાં આવ્યો અને ક્લાસનો દરવાજો બંધ કરી દીધો. તે એ છોકરીઓ પાસે બેન્ચ પર આવીને બેસી ગયા અને મોબાઇલ પર વિડીયો બતાવામાં લાગ્યા. બાળકીઓ જ્યારે મોબાઇલ પર ગંદો વિડીયો જોયા ત્યારે તેઓ ત્યાંથી જવા લાગી.

બાળકીઓએ ફેલ કરવાની આપી ઘમકી..

બાળકીઓએ કહ્યું કે જીશાંતતે તેમને જબરદસ્ટી ત્યાં બેસાડીને રાખી. જ્યારે બાળકીઓએ વિરોધ કર્યો, ત્યારે તેમણે તેમને પરીક્ષામાં ફેલ કરવાની ધમકી આપી. ઘરે પહોંચનારા છોકરીઓએ પોતાના માતાપિતાને કહ્યું કે તેમની સાથે શાળામાં શિક્ષકે શું કર્યું? શિક્ષકની હરકતો જાણતા વાલીઓ રોષે ભર્યા હતા.

રોષે ભરાયેલા વાલીઓએ કરી તોડફોડ….

મંગળવારે ઘણા માતા-પિતા શાળાએ પહોંચ્યા અને તેઓએ હોબાળો કર્યો હતો તેઓએ શિક્ષકને સામે લાવવા વિશે વાત કરી આક્ષેપ છે કે માતાપિતાએ શાળાના દરવાજા તોડ્યા અને બિલ્ડીંગમાં પણ તોડફોડ કરી હતી. ઘટના સ્થળે પોલીસને બોલાવામાં આવી પણ શિક્ષક ત્યાં ન મળ્યો. માતાપિતાએ સ્કૂલના પ્રિન્સિપલને જીશાંતને ભગાડવાનો આરોપ મૂક્યો હતો જો કે, તે પછીથી ધરપકડ કરવામાં આવી હતી.

 ભાવનગર સી ડિવિઝન પોલીસ સ્ટેશનના ડેપ્યુટી ઈન્સ્પેક્ટર એન.સી. માલવીયાએ જણાવ્યું હતું કે મકવાણા સામે આઇપીસીના વિવિધ કલમોમાં કેસ નોંધવામાં આવ્યો છે. શહેરની પ્રાથમિક શિક્ષણ સમિતિના અધ્યક્ષ નિલેશ રાવલએ જણાવ્યું હતું કે તેણે મકવાણા સામે સખત પગલાં લેવાની અને તેની સેવાને સમાપ્ત કરવાની માંગ કરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.