રોષ/ દુધરેજ ગામના લોકોનો હોબાળો, સુવિધાઓની અછતની ઉઠી ફરિયાદ

  @ સચિન પીઠવા, સુરેન્દ્રનગર. 1994માં દુધરેજ ગ્રામપંચાયતનો સુરેન્દ્રનગર પાલિકામાં સમાવેશ છતા પ્રાથમિક સુવિધાથી વંચિત છીએ : ગ્રામજનો – ગ્રામજનોએ કલેક્ટરને આવેદન પાઠવી પ્રાથમિક સુવિધાઓ પુરી પાડવામાંગ કરી -ભુગર્ભગટર,સફાઇ, શૌચાલય, સ્નાનાગાર, બાગબગીચો, લાયબ્રેરી, કોમ્યુનીટીહોલ સહિત સુવિધા અપાવવા માંગ કરાઇ   સુરેન્દ્રનગર પાલિકામાં વર્ષ 1994માં દુધરેજ ગ્રામપંચાયતનો સમાવેશ કર્યાબાદ પણ ગામને પ્રાથમિક સુવિધાઓ મળતી નથી આથી […]

Gujarat
IMG 20210723 230046 દુધરેજ ગામના લોકોનો હોબાળો, સુવિધાઓની અછતની ઉઠી ફરિયાદ

 

@ સચિન પીઠવા, સુરેન્દ્રનગર.

1994માં દુધરેજ ગ્રામપંચાયતનો સુરેન્દ્રનગર પાલિકામાં સમાવેશ છતા પ્રાથમિક સુવિધાથી વંચિત છીએ : ગ્રામજનો

– ગ્રામજનોએ કલેક્ટરને આવેદન પાઠવી પ્રાથમિક સુવિધાઓ પુરી પાડવામાંગ કરી

-ભુગર્ભગટર,સફાઇ, શૌચાલય, સ્નાનાગાર, બાગબગીચો, લાયબ્રેરી, કોમ્યુનીટીહોલ સહિત સુવિધા અપાવવા માંગ કરાઇ

 

સુરેન્દ્રનગર પાલિકામાં વર્ષ 1994માં દુધરેજ ગ્રામપંચાયતનો સમાવેશ કર્યાબાદ પણ ગામને પ્રાથમિક સુવિધાઓ મળતી નથી આથી ગ્રામજનોએ કલેક્ટર કચેરીમાં આવેદન પાઠવી સુવિધઓ અપાવવા માંગ કરી હતી.

સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટર કચેરીમાં વિનોદભાઇ મકવાણા સહિત ગ્રામજનોએ કલેક્ટર કચેરીમાં રાષ્ટ્રપતિ, વડાપ્રધાન, રાજ્યપાલ, મુખ્યમંત્રી સહિત ઉચ્ચઅધિકારીઓને સંબોધી રજૂઆત કરી હતી. જેમાં જણાવ્યા મુંજબ દુધરેજ ગ્રામપંચાયતની તા.19-11-94માં સુરેન્દ્રનગર પાલિકામાં સમાવેશ કરાયો હતો. પરંતુ આજ દિનસુધી પ્રાથમિક જેવી સુવિધાઓ મળી નથી. આ અંગે રજૂઆત પણ કરવામાં આવી છે છતા પણ હજુ સુધી સમસ્યાનો નિકાલ થયો નથી. હાલ સંયુક્ત પાલિકા બની છે આથી દુધરેજ ગામમાં ખુલ્લી ગટરો છે જ્યારે ભુગર્ભ ગટરનુ કામ અધુરૂ છે આથી ખુલ્લી ગટર બંધ કરાવી ભુગર્ભ ગટરની સુવિધા અપાવવા, પાણીની જુની લાઇન લીકેજ છે.

જ્યારે નવીલાઇનો અમુક વિસ્તારમાં જ નાંખવામાં આવી હોવાથી પાણીની લાઇન નંખાવવા, અગાઉ મુખ્યમંત્રીએ દુધરેજ તળાવને સુશોભીત કરવા ગ્રાન્ટ આપી હતી તે ક્યાં વપરાઇ જો વપરાઇ નથી તો ગામના તળાવને સુશોભીત કરવા કેમ નથી વપરાતી, ગ્રામજનોને આરોગ્ય કેન્દ્રના અભાવે સુરેન્દ્રનગર આવવુ પડતુ હોવાથી આરોગ્ય કેન્દ્રફાળવવા, દુધરેજ ગામમાં જાહેર શૌચાલય, સ્નાનાગાર, બાગબગીચો, લાયબ્રેરી, કોમ્યુનીટીહોલ,તુટેલુ બસસ્ટેન્ડ રીપેર કરવા સહિત સુવિધા પુરી પાડવામાંગ કરાઇ હતી.

જ્યારે સ્ટેટતલાટી મામલતદારની કચેરી સુરેન્દ્રનગર ખસેડાતા ગ્રામજનોને સુરેન્દ્રનગર ધક્કા થતા હોવાથી ફરી ગામમાં કચેરી બનાવવા માંગ કરાઇ હતી. આ ઉપરાંત ગામને સુરેન્દ્રનગરપાલિકામાં સમાવેશથયો હોવાથી પ્રોપર્ટીકાર્ડ સહિત કઢાવવામાં સમસ્યા થતી હોવાથીતેનો નિકાલ કરવા માંગ કરાઇ હતી.જ્યારે જરૂરીયાત મંદગ્રામજનોને પ્રધાનમંત્રી આવાસ, વૃધ્ધ સહાય, વિધવા સહાય, નિરાધાર સહિતની સહાય અપાવવા માંગ કરી હતી.