અમદાવાદ/ વેજલપુરમાં 17 વર્ષીય સગીરા સાથે આચરાયું દુષ્કર્મ, પ્રેમજાળમાં ફસાવી રૂ. 8.50 લાખ પણ પડાવ્યા

અમદાવાદના વેજલપુરમાં પરિવાર સાથે રહેતી એક 17 વર્ષીય સગીરા સાથે દુષ્કર્મ થયું હોવાની ઘટના સામે આવી છે. વેજલપુરમાં રહેતી એક સગીરાને ફતેવાડીના યુવકે પોતાની પ્રેમજાળમાં ફસાવી હતી

Ahmedabad Gujarat
વેજલપુરમાં

રાજ્યભરમાં બાળકીઓ અને મહિલાઓ સબ સલામત હોવાના અનેક દાવાઓ સરકાર દ્વારા કરવામાં આવી રહ્યા છે, પરંતુ આ દાવાઓને પોકળ સાબિત કરતી અનેક ઘટનાઓ સામે આવી રહી છે, ત્યારે હવે રાજ્યના સૌથી મોટા જીલ્લા એવા અમદાવાદના વેજલપુરમાં થી આ પ્રકારની એક ઘટના સામે આવી છે.

આ પણ વાંચો :મહીસાગરમાં 65 વર્ષીય વૃદ્ધા સાથે યુવાને આચર્યું દુષ્કર્મ, પછી પીડિતાએ કર્યું આવું…

અમદાવાદના વેજલપુરમાં પરિવાર સાથે રહેતી એક 17 વર્ષીય સગીરા સાથે દુષ્કર્મ થયું હોવાની ઘટના સામે આવી છે. વેજલપુરમાં રહેતી એક સગીરાને ફતેવાડીના યુવકે પોતાની પ્રેમજાળમાં ફસાવી હતી અને યુવકે સગીરાને પ્રેમજાળમાં ફસાવ્યા બાદ તેને મોબાઈલ અને એક્ટિવા લઈ આપવાની લાલચ આપી હતી. એ પછી નરાધમ યુવકે સગીરા સાથે દુષ્કર્મ આચર્યુ હતુ.

આ ઘટના અંગે મળતી માહિતી મુજબ, 17 વર્ષીય સગીરા તેના માતા-પિતા સાથે રહે છે. સગીરા અભ્યાસ કરી રહી હતી એ સમયે ફતેવાડીમાં રહેતો યુવક નૌમાન ઈશાક પટેલ તેના સંપર્કમાં આવ્યો હતો અને ત્યારબાદ સગીરા પણ યુવકની વાતોમાં આવી ગઈ હતી, પરંતુ ત્યારબાદ યુવકે તેનો વારંવાર રેપ કર્યો હતો. આ ઉપરાંત આરોપી નૌમાને સગીરા પાસેથી રોકડા રૂપિયા 3.70 લાખ અને રૂપિયા 4.80 લાખના દાગીના પડાવ્યા હતા.

આ ઉપરાંત પોલીસ તપાસમાં સામે આવ્યું કે, આરોપી અમદાવાદ જિલ્લામાં GRDમાં ફરજ બજાવે છે. અંતે આ મામલે વેજલપુર પોલીસ સ્ટેશનમા ફરિયાદ દાખલ થઈ હતી, ત્યારબાદ પોલીસે ગુનો નોંધીને આરોપી યુવકને ઝડપી પાડ્યો છે.

આ પણ વાંચો : સાવરકુંડલમાં બે મહિલાઓ પર એસિડ એટેક, બેમાંથી એક સગર્ભા મહિલા

આ પણ વાંચો :જખૌના દરિયામાં વલસાડના માછીમારનું મોત

આ પણ વાંચો :નાણા વસૂલી કેસની તપાસ ટ્રેનિંગ DGP વિકાસ સહાયને સોંપાઇ,જાણો વિગત

આ પણ વાંચો :નાણા વસૂલીના આરોપ બાદ રાજકોટ પોલીસ કમિશનર મનોજ અગ્રવાલની બદલીના એંધાણ!