Not Set/ રાજકોટ : બીમાર માતાની હત્યા અંગે ત્રણ મહિના બાદ થયો સનસનાટીભર્યો ખુલાસો

રાજકોટ, રાજકોટમાં આજથી લગભગ ત્રણ મહિના પહેલાં થયેલી હત્યાનો ભેદ ઉકેલાતા અંત્યત સ્ફોટક ઘટસ્ફોટ સામે આવ્યો છે. રાજકોટમાં ૬૪ વર્ષના વૃધ્ધા જયશ્રીબહેન નથવાણીને ખુદ તેમના પુત્રએ જ મારી નાંખ્યા હોવાનો ખુલાસો થયો છે. ગત ૨૭ નવેમ્બરે જયશ્રીબહેનનું ઘરની અગાસીએથી પડી જતાં મોત થયું હતું.  જયશ્રી બહેનના મોત પછી પોલીસે આકસ્મિક મોત ગણીને કાર્યવાહી હાથ ધરી […]

Gujarat
488a8f5c3b466f65e31f0f72ca73c6d5 રાજકોટ : બીમાર માતાની હત્યા અંગે ત્રણ મહિના બાદ થયો સનસનાટીભર્યો ખુલાસો

રાજકોટ,

રાજકોટમાં આજથી લગભગ ત્રણ મહિના પહેલાં થયેલી હત્યાનો ભેદ ઉકેલાતા અંત્યત સ્ફોટક ઘટસ્ફોટ સામે આવ્યો છે. રાજકોટમાં ૬૪ વર્ષના વૃધ્ધા જયશ્રીબહેન નથવાણીને ખુદ તેમના પુત્રએ જ મારી નાંખ્યા હોવાનો ખુલાસો થયો છે. ગત ૨૭ નવેમ્બરે જયશ્રીબહેનનું ઘરની અગાસીએથી પડી જતાં મોત થયું હતું. 

જયશ્રી બહેનના મોત પછી પોલીસે આકસ્મિક મોત ગણીને કાર્યવાહી હાથ ધરી હતી. જો કે જયશ્રીબહેનના મોત બાદ પોલિસને એક નનામી અરજી મળી હતી જેમાં તેમની હત્યા ખુદ તેમના પુત્રએ કરી હોવાની માહિતી અપાઇ હતી. અરજીમાં જણાવાયું હતું કે, હત્યારો બીજો કોઇ નહિ ખુદ આ વૃધ્ધાનો પ્રોફેસર પુત્ર સંદિપ વિનોદભાઇ નથવાણી જ છે.

આ અરજીને આધારે પોલિસે સીસીટીવી ફૂટેજ મેળવી ઉંડી તપાસ કરતાં હત્યા અંગે ચોંકાવનારો ઘટસ્ફોટ થયો હતો. જયશ્રીબહેન બ્રેઇન હેમરેજથી પીડાતા લકવાગ્રસ્ત હતા અને સતત બિમાર રહેતા હતા. માતાની બિમારીની સારવારથી કંટાળીને જ પુત્ર સંદિપે તેમને ચોથે માળેથી નીચે ફેંકી દીધા હતા.

જો કે પોલિસને પ્રાથમિક તપાસમાં ગુમરાહ કરતાં પુત્ર સંદિપ નથવાણીએ કહ્યું હતું કે, “માતા જયશ્રીબેનને બ્રેઇન હેમરેજ હોઇ થોડા દિવસ પહેલા જ ઓપરેશન કરાવેલુ હતું. આ કારણે તેમને અવાર-નવાર ચક્કર આવતાં હતાં. સવારે તે માતાને વોકીંગ કરાવવા અગાસી પર લઇને ગયો હતો. બાદમાં માતા જયશ્રીબેનને સૂર્યનારાયણને અર્ધ્ય આપવાનું હોઇ પોતે પાણીની લોટી લેવા માટે નીચે ઉતર્યો હતો. પાછો ઉપર ગયો ત્યાં માતા નીચે પડી ગયાની ખબર પડી હતી”

સીસીટીવી ફુટેજની તપાસમાં એવું સામે આવ્યું હતું કે જયશ્રીબહેનને ખુદ તેમના પુત્ર સંદીપે જે ચોથે માળથી નીચે ફેંકી દીધા હતા. પોલીસે હવે સંદિપ નથવાણી સામે આઇપીસીની ધારા ૩૦૨ મુજબ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

પોલીસની તપાસમાં ખુલ્યું છે કે, હત્યાનો ભોગ બનેલા વૃધ્ધા જયશ્રીબેન સતત બિમાર રહેતાં અને અશકત થઇ ગયા હતાં. બ્રેઇન હેમરેજના ઓપરેશન બાદ તેમનો સ્વભાવ વધુ ખરાબ થઇ ગયો હતો. તેમની સતત કચકચથી અને ઘરમાં કોઇપણ બાબતમાં પોતાનું જ ચાલે તેવી જીદથી ઘરમાં સતત કલેશ થતો હતો. આથી કંટાળીને માતાનો કાંટો કાઢી નાંખવાનો પ્લાન ઘડી પ્રોફેસર પુત્રએ તેમને ચોથા માળેથી ધક્કો દઇ મારી નાંખ્યા હતાં.

પોલીસ તપાસમાં સંદિપ નથવાણીએ કહ્યું કે, બિમાર માતાની કચકચબહેનના લગ્નનું ટેન્શન અને પત્નિ સાથે માતાને થતાં ઝઘડાથી કંટાળ્યો હતો અને આ બધા કારણોસર તેણે આ અંતિમ પગલું લીધું હતું